Aloe Vera (એલોવેરા) ને ત્વચાની સંભાળમાં એક નહીં પરંતુ ઘણી રીતે સામેલ કરી શકાય છે. તેમાં ઘણા બધા એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન્સ જેવા કે વિટામીન A, B, C અને E તેમજ ત્વચા માટે ફાયદાકારક તત્વો હોય છે. Aloe Vera (એલોવેરા) ચહેરા પર લગાવવાથી ત્વચા કોમળ બને છે અને ત્વચાને એન્ટી એજિંગ ગુણ પણ મળે છે. હવે હવામાન બદલાવા લાગ્યું છે અને આવી સ્થિતિમાં જો Aloe Vera (એલોવેરા) ને રોજ યોગ્ય રીતે ચહેરા પર લગાવવામાં આવે તો ત્વચાને એક નહીં પણ અનેક ફાયદાઓ થાય છે.
અહીં જાણો કેવી રીતે એલોવેરા જેલ અથવા એલોવેરાના તાજા પલ્પને રાત્રે ચહેરા પર લગાવી શકાય છે.
ચહેરા પર . Aloe Vera (એલોવેરા) કેવી રીતે લગાવવું :
એલોવેરા ચહેરા પર સાદા રીતે લગાવી શકાય છે. આ માટે હથેળી પર એલોવેરા જેલ લો, તેને ચહેરા પર ઘસો અને થોડીવાર માટે છોડી દો અને સૂકાવા દો. જો તમે ચહેરા પર એલોવેરા આખી રાત રાખવા માંગતા નથી, તો તમે તેને 15 મિનિટ પછી ધોઈને દૂર કરી શકો છો.
એલોવેરા અને નારંગીની છાલ :
નારંગીની છાલને સૂકવીને તેનો પાવડર બનાવી લો. એલોવેરા જેલ અને આ નારંગીની છાલના પાવડરને મિક્સ કરીને ફેસ પેક બનાવી શકો છો. આ ફેસ પેકને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. ત્વચા ચમકવા લાગશે.
એલોવેરા અને ગુલાબજળ :
એલોવેરા જેલ સાથે ગુલાબજળ મિક્સ કરીને પણ રાત્રે ચહેરા પર લગાવી શકાય છે. આનાથી ત્વચા માત્ર રીલેક્સ નથી અનુભવતી પણ ત્વચામાં ચમક પણ આવે છે.
એલોવેરા અને મધ :
એલોવેરા અને મધનો ફેસ પેક રાત્રે પણ લગાવી શકાય છે. ફેસ પેક બનાવવા માટે એલોવેરા જેલમાં મધ અને થોડું કાચું દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ ફેસ પેકને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવી ધોઈ લો. આ ફેસ પેક ખાસ કરીને શુષ્ક ત્વચા માટે સારું કામ કરે છે.
એલોવેરા અને હળદર :
ત્વચાને નિખારવા માટે રાત્રે એલોવેરામાં એક ચપટી હળદર ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો. જો તમે ઈચ્છો તો આ પેસ્ટને તમારા ચહેરા પર આખી રાત રાખી શકો છો. ત્વચા પર સોનેરી ચમક દેખાશે.
દેશ, દુનિયા અને હેલ્થને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –
કોરિયન ડ્રીંક (Korean Drink) પીવો, શરીરમાં જમા થયેલી ચરબી બરફની જેમ પીગળી જશે
વર્કઆઉટ અને ડાયટ પછી પણ નથી ઉતરતું વજન ; તો તમને થઈ શકે છે આ બીમારી
ઈ-સિગારેટ રાખવું પડશે ભારે, ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી : આરોગ્ય મંત્રાલય
શું તમે પણ ખાવ છો આ તેલ, તો થઇ જાવ સાવધાન, નહીં તો આવશે હાર્ટએટેક