HomeGujaratMission Gujarat: દોઢ વર્ષમાં ગુજરાતના તમામ 34 જિલ્લાઓ ખૂંદશે રાહુલ ગાંધી, Gen-Z...

Mission Gujarat: દોઢ વર્ષમાં ગુજરાતના તમામ 34 જિલ્લાઓ ખૂંદશે રાહુલ ગાંધી, Gen-Z પર કોંગ્રેસનો સીધો ફોકસ

Mission Gujarat: ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી જ મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આગામી દોઢ વર્ષ દરમિયાન ગુજરાતના તમામ 34 જિલ્લાઓમાં પહોંચીને સંગઠનને મજબૂત કરવાની સાથે યુવાનો અને ખાસ કરીને Mission Gujarat: Gen-Z મતદારો સાથે સીધો સંવાદ સાધશે.

કોંગ્રેસના પ્લાન મુજબ દર 15 દિવસે એક જિલ્લાના પ્રવાસનું આયોજન કરવામાં આવશે. દરેક જિલ્લામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આખો દિવસ રોકાઈને સ્થાનિક કાર્યકરો, યુવાનો, ખેડૂતો, મહિલાઓ તેમજ સમાજના વિવિધ વર્ગોના લોકો સાથે મુલાકાત કરશે. આ દરમિયાન સ્થાનિક સમસ્યાઓ અને લોકોના પ્રશ્નોને સીધા સાંભળીને ચૂંટણીના મુદ્દાઓ નક્કી કરવામાં આવશે.

Mission Gujarat: Gen-Z મતદારો પર કોંગ્રેસની નજર

2027ની ચૂંટણીમાં કોંગ્રેસનો ખાસ ફોકસ યુવા મતદારો પર રહેવાનો છે. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારા Gen-Z મતદારોને પાર્ટી સાથે જોડવા માટે રોજગાર, શિક્ષણ, પેપર લીક, સ્ટાર્ટઅપ અને યુવાનોના ભવિષ્ય જેવા મુદ્દાઓને આક્રમક રીતે ઉઠાવવાની તૈયારી છે.

કોંગ્રેસની રણનીતિમાં માત્ર મોટા શહેરો જ નહીં, પરંતુ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ યુવાનો સાથે સીધો સંપર્ક વધારવાનો સમાવેશ થાય છે. યુવાનોની સમસ્યાઓને સમજવા માટે ગ્રાઉન્ડ લેવલ પર સંવાદ કાર્યક્રમો યોજાઈ શકે છે.

Mission Gujarat: સ્થાનિક સંગઠનને પણ મળશે નવી દિશા

Mission Gujarat

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના જિલ્લા પ્રવાસ દરમિયાન કોંગ્રેસના સ્થાનિક સંગઠનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. કયા વિસ્તારમાં પાર્ટીનું સંગઠન મજબૂત છે, ક્યાં કાર્યકરો સક્રિય છે અને કયા વિસ્તારોમાં સંગઠનને વધુ મજબૂત કરવાની જરૂર છે, તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

આ ઉપરાંત સ્થાનિક રાજકીય અને સામાજિક સમીકરણો, મતદારોનો મૂડ અને મહત્વના જનપ્રશ્નો અંગે પણ ફીડબેક મેળવવામાં આવશે. આમ, કોંગ્રેસ 2027ની ચૂંટણી માટે લાંબા ગાળાનું બૂથથી હાઇકમાન્ડ સુધીનું માઇક્રો મેનેજમેન્ટ મોડલ તૈયાર કરી શકે છે.

Mission Gujarat: ભાજપ પણ કાઉન્ટર પ્લાનની તૈયારીમાં

Mission Gujarat

કોંગ્રેસના આ પ્લાન સામે ભાજપ પણ યુવા મતદારોને ધ્યાનમાં રાખીને પોતાની કાઉન્ટર સ્ટ્રેટેજી તૈયાર કરી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના નેતૃત્વમાં Gen-Z સાથે સીધો સંવાદ વધારવા માટે યુવા સંમેલનો અને વિવિધ સંવાદ કાર્યક્રમો યોજવાની દિશામાં કામગીરી થઈ શકે છે.

ભાજપનો પ્રયાસ યુવાનો સુધી સરકારની યોજનાઓ, રોજગાર, શિક્ષણ, સ્ટાર્ટઅપ અને ટેક્નોલોજી ક્ષેત્રે થયેલા કામોનો સંદેશ પહોંચાડવાનો રહેશે. આમ, 2027ની ચૂંટણીમાં ગુજરાતના યુવા મતદારો બંને મુખ્ય રાજકીય પક્ષો માટે મહત્વનું ટાર્ગેટ ગ્રુપ બની શકે છે.

Mission Gujarat: 2027 માટે અત્યારથી જ રાજકીય મેદાન તૈયાર

ગુજરાતમાં લાંબા સમયથી સત્તા પર રહેલી ભાજપ સરકાર સામે કોંગ્રેસ આ વખતે માત્ર ચૂંટણીના થોડા મહિના પહેલાં નહીં, પરંતુ અત્યારથી જ મેદાન તૈયાર કરવાની રણનીતિ પર કામ કરી રહી હોવાનું જણાય છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો જિલ્લાવાર પ્રવાસ જો અમલમાં આવે છે તો કોંગ્રેસને સ્થાનિક સંગઠન સાથે સીધો સંપર્ક અને યુવાનો વચ્ચે પોતાની પહોંચ વધારવાની તક મળશે.

હવે આગામી દોઢ વર્ષમાં કોંગ્રેસનો આ મિશન 34 જિલ્લા’ પ્લાન કેટલો અસરકારક સાબિત થાય છે અને ભાજપ તેની સામે કઈ રીતે કાઉન્ટર રણનીતિ ઘડે છે, તેના પર ગુજરાતની 2027ની ચૂંટણીની રાજકીય લડાઈ વધુ રસપ્રદ બની શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાત કોંગ્રેસની કમાન સુનિલ કાનુગોલુને: જાણો કોણ છે આ લો-પ્રોફાઇલ ચૂંટણી રણનીતિકાર?

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments