HomeGujaratMission Accomplished: બાળકનો જીવ લેનાર દીપડા પરિવાર પાંજરે, વન વિભાગની મોટી સફળતા;...

Mission Accomplished: બાળકનો જીવ લેનાર દીપડા પરિવાર પાંજરે, વન વિભાગની મોટી સફળતા; ગ્રામજનો માટે ખાસ ગાઈડલાઈન જાહેર

Mission Accomplished: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણીયા ગામમાં જેન્તીભાઈ લલુભાઈની વાડીમાં નિત્ય પ્રકાશભાઈ ગોંડલિયા (ઉ.વ. ૦૮) નામના માસૂમ બાળક પર દીપડાના હુમલાની કરુણ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ઓપરેશનમાં મોટી સફળતા મળી છે.

Mission Accomplished: ૧૦થી વધુ પાંજરા અને રાત-દિવસની સતત દેખરેખ

જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક અને પાલીતાણાના નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મહુવા રેન્જની ટીમોએ આ વિસ્તારમાં ધામા નાખ્યા હતા. ૧૦થી વધુ ટ્રેપ કેઈજ (પાંજરા) ગોઠવીને સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. દીપડાની મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને ગ્રામજનો સાથે સતત સંપર્ક વધારવામાં આવ્યો હતો.

Mission Accomplished: સફળતાનું ઓપરેશન

Mission Accomplished

તા. ૧૩-૦૭-૨૦૨૬ના રોજ રાત્રે ૧:૫૦ વાગ્યે દૂધાળા નં. ૨ ગામે દીપડા હોવાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાં બે અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવીને એક માદા દીપડો અને એક બચ્ચાને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યા હતા. આ અગાઉ પણ બનાવના સ્થળ નજીકથી અન્ય બે શંકાસ્પદ દીપડાઓને પકડી પાડવામાં આવ્યા હતા. આમ, કુલ ૪ શંકાસ્પદ દીપડાઓને વન વિભાગે પાંજરે પૂરીને લોકોના જીવ જોખમમાં મુકતા વન્યપ્રાણીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે.

Mission Accomplished: વન વિભાગની સૂચનાઓ: ગ્રામજનોએ રાખવી ખાસ સાવચેતી

Mission Accomplished

આ ઘટનાને પગલે વન વિભાગે મહુવા તાલુકાના ગ્રામજનો માટે અપીલ અને સૂચનાઓ જાહેર કરી છે:

  • રાત્રિ દરમિયાન સીમ વિસ્તાર કે અવાવરુ જગ્યાએ એકલા નીકળવાનું ટાળવું, હંમેશા ૨-૩ વ્યક્તિઓએ સાથે રહેવું.
  • રાત્રે કે વહેલી સવારે બહાર નીકળતી વખતે હાથમાં ટોર્ચ અને લાકડી રાખવી ફરજિયાત.
  • ખેતીકામ શક્ય હોય ત્યાં સુધી દિવસ દરમિયાન જ કરવું.
  • નશાની હાલતમાં દીપડાની હાજરી વાળા રસ્તે કે તેની સામે જવાનું ટાળવું.

કોઈપણ માહિતી માટે ક્યાં સંપર્ક કરવો?

વન્યપ્રાણી સંબંધિત કોઈપણ માહિતી કે ઈમરજન્સી માટે નીચે મુજબના સંપર્ક કરવા વિનંતી છે:

  • ટોલ ફ્રી નંબર: ૧૯૨૬
  • વનપાલ/વન રક્ષક: ૯૭૧૨૨૭૪૭૮૧
  • રેન્જ ફોરેસ્ટ ઓફિસર/વાઇલ્ડ લાઇફ વોર્ડન: ૯૪૨૯૫૭૭૭૨૮

વન વિભાગના આ ઓપરેશન બાદ ગ્રામજનોએ રાહત અનુભવી છે, પરંતુ સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લીક કરો: નર્મદા જિલ્લો બનશે ટીબી મુક્ત: ૧૦૦ દિવસની સઘન ઝુંબેશમાં ૧.૨૨ લાખથી વધુ નાગરિકોનું સ્ક્રીનિંગ, ૪૪૩ નવા કેસની વહેલી ઓળખ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments