MiddleEastWar:: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશક વળાંક પર પહોંચ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા 48 કલાકનું અલ્ટિમેટમ જાહેર કર્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો નિર્ધારિત સમયમાં હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં સામાન્ય અવરજવર શરૂ કરવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પરમાણુ કેન્દ્રોને નિશાન બનાવી તેને નષ્ટ કરી દેશે.
MiddleEastWar:શા માટે હોર્મુઝની ખાડી મહત્ત્વની છે?

હોર્મુઝની ખાડી વિશ્વના ઓઈલ અને ગેસ સપ્લાય માટેની સૌથી મહત્વની લાઈફલાઈન છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે આ માર્ગ પ્રભાવિત થતા વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઉભું થયું છે. ટ્રમ્પની આ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.
MiddleEastWar:ઈરાનની મિસાઈલો હવે યુરોપના નિશાને: ઈઝરાયેલનો દાવો
ઈઝરાયેલના સૈન્ય અધિકારી એયાલ ઝમીરે ચોંકાવનારો દાવો કર્યો છે કે ઈરાને પહેલીવાર લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કર્યો છે.
- ડીએગો ગાર્સિયા પર હુમલો: ઈરાને હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા અને બ્રિટનના સૈન્ય બેઝ પર 4,000 કિમીની રેન્જ ધરાવતી બે મિસાઈલો છોડી છે.
- યુરોપ પર ખતરો: ઈઝરાયેલ મુજબ, આ મિસાઈલો માત્ર તેમના માટે જ નહીં, પરંતુ પેરિસ, બર્લિન અને રોમ જેવા યુરોપિયન શહેરો સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
જાનહાનિના ભયાનક આંકડા
છેલ્લા ચાર સપ્તાહથી ચાલી રહેલા આ લોહિયાળ જંગમાં જાનહાનિના આંકડા પણ ચિંતાજનક છે:
- ઈરાન: અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં અત્યાર સુધી 2,000થી વધુ લોકોના મોત થયા છે.
- ઈઝરાયેલ: ઈરાની હુમલામાં અત્યાર સુધી 15 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
આ પણ વાંચો :મહાઠગનો પર્દાફાશ: નકલી IAS બની 25 વાર લગ્ન કર્યા, ગાડી પર ‘ભારત સરકાર’ લખાવી આખા પરિવારને છેતર્યો!




