MI vs CSK:  બે દિગ્ગજ ટીમો વચ્ચે આજે મહામુકાબલો,જાણો કોનું પલડું ભારે ?

0
137
MI vs CSK
MI vs CSK

MI vs CSK :  ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં આજે  ડબલ હેડર રમાશે. દિવસની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. જયારે બીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામસામે ટકરાશે.

MI vs CSK :   IPL ઈતિહાસની સૌથી સફળ ટીમો આજે આમને-સામને 

MI vs CSK

MI vs CSK :  મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ IPL ઈતિહાસની સૌથી સફળ ટીમો છે. બંને ટીમોએ અત્યાર સુધીમાં પાંચ-પાંચ ટાઇટલ જીત્યા છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ આ 5 IPL ટાઇટલ જીત્યા, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં CSKએ 5 ખિતાબ જીત્યા છે. જો કે, બંને ખેલાડીઓ આ સિઝનમાં પોતપોતાની ટીમ માટે બેટ્સમેન તરીકે ભાગ ભજવી રહ્યા છે. મુંબઈએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો, જ્યારે ધોનીએ ચેન્નાઈની કમાન ઋતુરાજ ગાયકવાડને આપી છે. 

MI vs CSK :  બંને ટીમો વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ

MI vs CSK

જો IPL ના ઈતિહાસમાં જોવામાં આવે તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી 36 મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો રહ્યો છે. આ દરમિયાન મુંબઈએ 20 મેચ જીતી છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 16 મેચ જીતી છે. જો કે બંને ટીમો વચ્ચેની છેલ્લી પાંચ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ચારમાં જીત મેળવી છે. મુંબઈ-ચેન્નઈ વચ્ચેની મેચમાં બધાની નજર મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા પર રહેશે. આ પહેલીવાર હશે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીની કેપ્ટન્સી વિના મુંબઈમાં રમશે. 42 વર્ષની ઉંમરમાં પણ ધોની વિકેટ પાછળ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. 

MI vs CSK :   કેવો છે વાનખેડે પિચનો મિજાજ?

MI vs CSK

ipl ચાહકો આજે વાનખેડેમાં હાઈ સ્કોરિંગ મેચ જોઈ શકશે. આ મેદાન બેટ્સમેન માટે સ્વર્ગ ગણાય છે. વર્તમાન સિઝનમાં પણ બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા છે. જો કે પીચ મેચની શરૂઆતમાં ઝડપી બોલરો માટે મદદરૂપ થાય છે. પરંતુ થોડો સમય ધ્યાનથી રમ્યા બાદ બેટ્સમેનો સરળતાથી રન બનાવી શકે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ પસંદ કરવાનું પસંદ કરશે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો