હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

0
80

વાવાઝોડાની અસર દેશમાં ૨૧ જૂન સુધી રહેશે : અંબાલાલ
21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે : અંબાલાલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, “ગુજરાતમાં જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો પ્રકોપ રાજ્ય સહીત દેશના અન્ય રાજ્યોમાં 21 જૂન સુધી રહેશે. જ્યારે 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેમણે કહ્યું છે કે, “આગામી જૂલાઈ મહિના સુધીમાં વરસાદ ચોમાસાની પેટર્ન મુજબ જ થશે. આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે.”

21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે : અંબાલાલ

દિલ્હી આઈઆઈટીએ કહ્યું છે કે, “દર વર્ષે કેરળથી ચોમાસું બેસવાની શરૂઆત થાય છે. કેરળમાં દર વર્ષે 25 મેથી 1 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન થાય છે, જેમાં ચારથી પાંચ દિવસનું અંતર રહે છે. આ વર્ષે કેરળમાં ચોથી જૂને ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. 2023માં ચોમાસું સામાન્ય રહેવાની અપેક્ષા છે. આ વખતે ઉત્તર પશ્ચિમ ભારતમાં 92 ટકા વરસાદ થવાની અપેક્ષા છે.” હાલમાં બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ વાવાઝોડાના કારણે ગુજરાતને મોટું નુકસાન થયું છે. 4,600 જેટલા વીજ પોલ તૂટી જતા અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ૫૮૦થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. અનેક મકાનો પડી ગયા છે. ૨૦થી વધુ પશુઓના મોત થયા છે, જયારે ૨૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યમાં હજુ સુધી એકપણ જિલ્લામાં માનવ મૃત્યુ નોંધાયેલા નથી. વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ