Meta with Reliance :  ફેસબુક પેરેન્ટ કંપની મેટા ભારતમાં સ્થાપશે ડેટા સેન્ટર, રિલાયન્સ સાથે થઇ ડીલ  

0
100
Meta with Reliance
Meta with Reliance

Meta with Reliance :  ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની પેરેન્ટ કંપની મેટા ચેન્નાઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કેમ્પસમાં ભારતમાં તેનું પ્રથમ ડેટા સેન્ટર શરુ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેટાના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે માર્ચમાં જામનગરમાં આયોજિત અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી. ત્યારે જ તેમણે આ અંગે રિલાયન્સ સાથે કરાર કર્યો હતો.

ડેટા સેન્ટરમાં મેટાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી તેની એપ્સ પર સ્થાનિક સ્તરે જનરેટ કરવામાં આવતી સામગ્રીને પ્રોસેસ કરવામાં મદદ કરશે. જો કે આ ડીલ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

Meta with Reliance :  ગ્લોબલ ડેટા સેન્ટરનો ખર્ચ ઘટશે

Meta with Reliance


આ કેમ્પસ દ્વારા, મેટા હવે દેશભરમાં ઝડપી ડેટા પ્રોસેસિંગને મંજૂરી આપશે. હાલમાં ભારતીય યુઝર્સનો ડેટા સિંગાપોરમાં મેટાના ડેટા સેન્ટરમાં આવે છે. આ બાબતે નિષ્ણાતોના મતે, મેટા લોકલ ડેટા સેન્ટર સાથે, કન્ટેન્ટ સિવાય લોકલ એડ પણ યુઝર્સના એક્સપીરિયંસને બેસ્ટ બનાવશે. આ સિવાય આનાથી ગ્લોબલ ડેટા સેન્ટરનો ખર્ચ ઘટશે.

Meta with Reliance :  આ કેમ્પસ 10 એકરમાં ફેલાયેલું છે

Meta with Reliance


ચેન્નાઈના અંબત્તુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 10 એકરનું કેમ્પસ બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડિજિટલ રિયલ્ટી વચ્ચેનું એક થ્રી-માર્ગી જોઈન્ટ વેન્ચર છે. તે 100-મેગાવોટ (MW) IT લોડ કેપિસિટી સુધી પહોંચી શકે છે.

Meta with Reliance :   ઝુકરબર્ગ માર્ચમાં ભારત આવ્યા હતા

Meta with Reliance


મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાજરી આપી હતી. આ ફંકશન 1લી થી 3જી માર્ચ દરમિયાન જામનગરમાં યોજાયું હતું. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી સહિત અન્ય ઘણા બિઝનેસે પણ આ ફંકશનમાં હાજરી આપી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો