નિતા મુકેશ અંબાણી કલ્ચરણ સેન્ટરનું મેગા ઉદ્ઘઘાટન

0
161

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થયો છે. મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન 31મી માર્ચે થયુ છે. અગાઉ, નીતા અંબાણીએ ગુરુવારે રામ નવમીના અવસર પર પરંપરાગત રીતે પૂજા અર્ચના કરી હતી,. NMACCનો લોકાર્પણ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે.આ સાંસ્કૃતિક કેન્દ્ર અંબાણી પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને ભારતીય કલા અને નૃત્ય પ્રત્યે ખૂબ લગાવ છે. તે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે અને છ વર્ષની ઉંમરથી તેની સાથે સંકળાયેલી છે. આ લગાવને કારણે તેમણે આ સાંસ્કૃતિક કેન્દ્રનો પાયો નાખ્યો. તેમના માટે સાંસ્કૃતિક કેન્દ્રનો ઉદ્દેશ્ય ભારતીય કલાઓને જાળવવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. NMACC એક એવું પ્લેટફોર્મ હશે જે ભારત અને વિશ્વભરના સમુદાયોને એકસાથે લાવીને પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનું કામ કરશે.