અમરેલીના ધારીમાં મેગા ડિમોલીશન,700 ગેરકાયદે દબાણો હટાવાશે

0
194

અમરેલીના ધારીમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. સરકારી જમીનો પરના 700 ગેરકાયદે દબાણ હટાવવામાં આવી રહ્યાં છે. આ દબાણ હટાવો કાર્યવાહીમાં 8 જેસીબી, 10 ટ્રેકટર અને 60 મજુરો જોડાયા છે. વહીવટી તંત્રની કાર્યવાહીમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસનો મોટો કાફલો અને વરિષ્ઠ અધિકારીઓ પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. 2 ડીવાયએસપી, 3 PI અને 400થી વધુ હથિયારધારી પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ધારીમાં મેગા ડિમોલિશનની પૂર્વ સંધ્યાએ પોલીસના મોટા કાફલાએ ફલેગ માર્ચ યોજી હતી.