HomeDeshઅમેરિકન એરલાઇન્સના વિમાન સાથે પક્ષીઅથડાયું,એન્જિનમાં લાગી

અમેરિકન એરલાઇન્સના વિમાન સાથે પક્ષીઅથડાયું,એન્જિનમાં લાગી

અમેરિકન એરલાઈન્સના પ્લેન સાથે પક્ષી અથડાયું હતું. વિમાન સાથે પક્ષી અથડાયું અને તેના કારણે એન્જિનમાં આગ લાગી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અમેરિકન એરલાઈન્સના બોઈંગ-737 એરક્રાફ્ટે ટેકઓફ કરતા તરત જ તેની સાથે એક પક્ષી અથડાયું, ત્યારબાદ તેના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. આ સમગ્ર આગ લાગવાની ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. આ દુર્ઘટના સર્જાતા તરત જ આ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ અમેરિકાના ઓહાયો એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments