૨૬ અને ૨૭ એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી

0
135

ગુજરાતને લઈને હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી છે. ગુજરાતમાં 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 24 અને 25 એપ્રિલે હિટવેવની પણ શક્યતા જોવા મળી રહી છે. આગામી 3થી 4 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થઇ શકે છે. મોટા ભાગના જિલ્લામાં તાપમાન 41થી પાર થવાની શક્યતા છે. મહત્વનું છે કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વખતે વરસાદ નિર્ધારિત સમય કરતા પહેલા પડવાની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, 25 મે અને 10 જૂન દરમ્યાન અરબ સાગરમાં સાયક્લોનિક એક્ટિવ થશે, જેનાથી દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.