MATDAN : મતદાનનો ક્રેઝઃપુત્રી વિદેશથી આવી મત આપવા તો માતાએ વિદેશ પ્રવાસ ટાળ્યો

0
115
MATDAN
MATDAN

MATDAN : ગુજરાતમાં લોકસભાની યોજાનારી ચુંટણીમાં પ્રત્યેક મતદાર નિર્ભય રીતે મતદાન કરી શકે અને મતદારો તેમના મતદાનના મુળભુત અધિકારના કારણે 100 ટકા મતદાન થાય તે માટે ચુંટણી પંચ દ્વારા મતદારોમા જાગ્રૃતિ લાવવા ખુબ પ્રયત્નશિલ છે. તેમ છતાં કેટલાક લોકો મતદાન કરવાને બદલે રજા માણતા હોય છે, કેટલાક મતદારો બહારગામ ફરવા જતા રહે છે તો કેટલાક આળસુ મતદારો મતદાન કરવા જતા નથી. પરંતુ આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી ઘટના અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં બની છે.

MATDAN

MATDAN : કેટલાક જાગ્રુત મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે દેશ વિદેશમાં જ્યાં પણ હોય ત્યાંથી તેમના ઘરે મતદાન કરવા માટે પહોંચી જતા હોય છે. અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારના સાંઈ જ્યોત  રેસીડેન્સીમાં રહેતા દિલિપભાઈ પટેલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. હાલ તેમનું કન્સ્ટ્રક્સન કામ બેંગ્લોર ખાતે ચાલી રહ્યું છે. દિલિપભાઈ મતદાન કરવા માટે શનીવારે રાત્રે બેંગ્લોરથી અમદાવાદ આવશે.

તેથી વિશેષ બાબત એ છે કે દિલિપ પટેલના પત્નિ ગીતાબેન તા.4 મેના રોજ ન્યુઝિલેન્ડ જવાના હતા. પણ ચુંટણીની તારીખ જાહેર થતાં જ તેમણે મતાધિકારના ઉપયોગનો દ્રઢ સંકલ્પ કર્યો અને ગીતાબેને મતદાન કર્યા બાદ જ ન્યુઝિલેન્ડ જવાનું નક્કી કર્યું. હવે ગીતાબેન મતદાન કર્યા બાદ 10 મી તારીખે ન્યુઝિલેન્ડ જશે. અચરજની અને ગૌરવભરી વાત એ છે કે 52 વર્ષના ગીતાબેને આજદિન સુધી એકપણ વાર મતદાન કરવાની તક ચુક્યા નથી.

MATDAN

MATDAN : ફક્ત મતદાન માટે દીકરી આવી ન્યુઝીલેન્ડથી

MATDAN :  મતાધિકારનો દ્રઢ સંકલ્પ કરનાર દિલિપ પટેલ અને ગીતાબેન પટેલની પુત્રી નિકિતા પણ તેના મતાધિકારને અનુસરે છે. છેલ્લા પાંચ વર્ષથી ન્યુઝીલેન્ડ રહેતી નિકિતા પટેલ ખાસ મતદાન કરવા માટે જ ન્યુઝીલેન્ડથી અમદાવાદ આવી પહોંચી છે. મતદાન કર્યા બાદ નિકિતા તેની માતા ગીતાબેન સાથે 10 મી તારીખે ન્યુઝિલેન્ડ પરત જશે.

MATDAN

ઉલ્લેખનીય છે કે કેટલાક જાગ્રુત મતદારો મતદાન કરવા માટે વિદેશથી ભારત આવી રહ્યા છે. મતદાનના દિવસે આળસના કારણે અથવા તો કોઈપણ બહાના હેઠળ મતદાન નહીં કરી મુળભુત અધિકારનો ઉપયોગ નહીં કરતા મતદારો માટે દિલિપ પટેલ, ગીતાબેન પટેલ અને નિકિતા જેવા મતદારો પ્રેરણાદીયા બની રહે છે. કેટલાક મતદારો અસહ્ય ગરમી કે કુદરતી આપત્તિ હોય, શારિરીક રીતે સક્ષમ ન હોય, વિપરીત સંજોગો હોય તો પણ મતદાન કરવા પહોંચી જતા હોય છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.