GTvsRCB : આજે બંને ટીમો માટે કરો યા મરોની સ્થિતિ, એક હાર અને તમે રેસમાંથી બહાર  

0
119
GTvsRCB
GTvsRCB

GTvsRCB :  શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ બંને ટીમો માટે કરો યા મરો જેવી છે. સમીકરણોના આધારે RCB પોઈન્ટ ટેબલમાં તળિયે હોવા છતાં, તે હજી પણ પ્લેઓફની રેસમાં છે, જ્યારે ગુજરાતને નોકઆઉટમાં પહોંચવાની તકો જીવંત રાખવા હોય તો તેને કોઈપણ ભોગે જીતવું પડશે.

GTvsRCB : પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની કેવી સ્થિત છે ?

GTvsRCB

GTvsRCB : RCB 10 મેચમાં છ પોઈન્ટ સાથે તળિયે છે, જ્યારે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ 10 મેચમાં આઠ પોઈન્ટ ધરાવે છે અને ટેબલમાં આઠમા સ્થાને છે. છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની હાર બાદ આ બંને ટીમોની આશાઓ વધી ગઈ છે. જો RCB અને ગુજરાત પ્લેઓફની રેસમાં રહેવા માંગે છે, તો બંનેએ અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવાને બદલે પોતપોતાના  ટીમો પર ધ્યાન આપવું પડશે.  

GTvsRCB : કોહલી ફરીથી ઓરેન્જ કેપ માટે ઉતરશે મેદાને

GTvsRCB

GTvsRCB : આ સિઝનમાં 500 રન બનાવનાર RCBનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર ઓરેન્જ કેપની રેસમાં લીડ મેળવવા પર નજર રાખશે. RCB માટે સૌથી મોટી ચિંતા બોલરોનું ખરાબ ફોર્મ છે. મોહમ્મદ સિરાજ, યશ દયાલ, કર્ણ શર્મા અને સ્વપ્નિલ સિંહ પ્રભાવિત કરી શક્યા નથી. તેમને ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ પર ગુજરાતના બેટ્સમેનોને નિયંત્રિત કરવા પડશે જે બેટ્સમેનોને મદદરૂપ છે.

GTvsRCB : ગુજરાત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યું  

GTvsRCB

GTvsRCB : ગુજરાત માટે શુભમન ગિલ અને બી સાઈ સુદર્શને મળીને 700 થી વધુ રન બનાવ્યા છે. રિદ્ધિમાન સાહા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, વિજય શંકર અને શાહરૂખ ખાન 200 રન સુધી પણ પહોંચી શક્યા ન હતા. બોલિંગમાં સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન સહિત કોઈ પણ બોર્લર પોતાની ક્ષમતા મુજબનું પ્રદર્શન કરી શક્યું નથી. ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ખોટ છે જે સર્જરી બાદ સ્વસ્થ થઈ રહ્યો છે. ઉમેશ યાદવ અને મોહિત શર્મા ઘણા મોંઘા સાબિત થઈ રહ્યા છે.

GTvsRCB : કેવી રહેશે પીચ ?

GTvsRCB

બેંગલુરુની એમ ચિન્નાસ્વામી પીચ હંમેશા બેટિંગ માટે જાણીતી છે. આ મેદાન પર ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં આવે છે. મેદાનની સાઈઝ નાની હોવાને કારણે મિસ હિટમાં પણ બાઉન્ડ્રીની શક્યતા રહે છે. આ સિવાય અહીંનું આઉટફિલ્ડ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન સાબિત થાય છે. IPLની 17મી સિઝનમાં અત્યાર સુધી આ મેદાન પર કુલ ચાર મેચ રમાઈ છે.

GTvsRCB : જોકે, આશ્ચર્યજનક વાત એ છે કે આ મેદાનમાં 200 રનનો આંકડો માત્ર એક જ મેચમાં પાર કરી શકાયો છે. આવી સ્થિતિમાં બોલર પણ આ મેદાન પર પોતાનો જાદુ દેખાડી શકે છે તેવું કહેવું ખોટું નહીં હોય. જો આપણે આ મેદાન પર ટોસની વાત કરીએ તો બેટિંગ અને બોલિંગમાં બહુ ફરક નહીં રહે. ઝાકળ ન હોવાને કારણે બીજી ઇનિંગમાં પૂરતી બેટિંગ છે. આવી સ્થિતિમાં સ્પર્ધા ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો