HomeAhmedabadMassive Traffic Crackdown in Gujarat: ટ્રાફિક નિયમોના ભંગ સામે ગુજરાત પોલીસની રાજ્યવ્યાપી...

Massive Traffic Crackdown in Gujarat: ટ્રાફિક નિયમોના ભંગ સામે ગુજરાત પોલીસની રાજ્યવ્યાપી કડક ઝુંબેશ, રોંગ સાઇડ અને ઓવર સ્પીડિંગના ૭૪,૨૪૨ કેસ, રૂ. ૫.૩૩ કરોડથી વધુનો દંડ વસૂલાયો

Massive Traffic Crackdown in Gujarat: ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા પર અંકુશ મેળવવા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી રાજ્ય પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત અભૂતપૂર્વ કાર્યવાહી જોવા મળી રહી છે. રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકના સીધા આદેશ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક નિયમભંગ કરનારા વાહનચાલકો સામે આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ મહિના દરમિયાન હાથ ધરાયેલી આ સઘન ડ્રાઇવમાં માત્ર રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના જ ૭૪,૨૪૨ કેસ નોંધીને અધધ કહી શકાય તેવો રૂ. ૫.૩૩ કરોડથી પણ વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

Massive Traffic Crackdown in Gujarat

Massive Traffic Crackdown in Gujarat: ગંભીર ગુનાઓ સામે પોલીસનું કડક વલણ

રાજ્યભરમાં અકસ્માતો માટે સૌથી વધુ જવાબદાર પરિબળો પૈકી રોંગ સાઇડ વાહન ચલાવવું અને નિર્ધારિત ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપે (ઓવર સ્પીડિંગ) વાહન હંકારવું એ મુખ્ય છે. તેને ધ્યાનમાં રાખીને તમામ મુખ્ય માર્ગો, હાઇવે, બ્રિજ અને શહેરના પ્રવેશદ્વારો પર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો તૈનાત કરીને કડક ચેકિંગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ માસમાં દિવસ-રાત ચાલેલી આ કાર્યવાહી દરમિયાન નિયમોનો ઉલાળિયો કરનારા ચાલકો સામે સમાધાન વિના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Massive Traffic Crackdown in Gujarat

Massive Traffic Crackdown in Gujarat: નંબર પ્લેટ વગરના અને ચેડાં કરેલા વાહનો રડારમાં

ટ્રાફિક ઝુંબેશ દરમિયાન માત્ર સ્પીડિંગ કે રોંગ સાઇડ જ નહીં, પરંતુ વાહનોની નંબર પ્લેટોની સ્થિતિ પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા તથા ઇ-ચલણથી બચવા માટે કેટલાક તત્વો દ્વારા નંબર પ્લેટ વગર વાહનો દોડાવવામાં આવતા હોય છે અથવા નંબર પ્લેટ પર કાળી પટ્ટી લગાવવી, નંબરો તોડી-મરોડીને લખવા કે અસ્પષ્ટ રાખવા જેવા ચેડાં કરવામાં આવતા હોય છે. પોલીસે આવા તમામ શંકાસ્પદ વાહનોને ઝડપી પાડીને દંડ ફટકારવા સાથે કાયદેસરના કડક પગલાં લીધા છે.

Massive Traffic Crackdown in Gujarat: ગેરકાયદે પાર્કિંગ સામે પણ તવાઈ

શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામ માટે સૌથી મોટું કારણ બનતા આડેધડ અને ગેરકાયદે પાર્કિંગ સામે પણ પોલીસે મોટો સપાટો બોલાવ્યો છે. આ ડ્રાઇવ દરમિયાન નો-પાર્કિંગ ઝોનમાં મુકાયેલા તેમજ ટ્રાફિકને અડચણરૂપ વાહનો સામે ૩૬ હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. ટોઇંગ ક્રેન અને વ્હીલ ક્લેમ્પની મદદથી રસ્તાઓ ખુલ્લા કરાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Massive Traffic Crackdown in Gujarat: ૧૪ ઓક્ટોબર સુધી ચાલશે મહાઝુંબેશ

પોલીસ તંત્ર તરફથી સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે આ અભિયાન કોઈ કામચલાઉ કાર્યવાહી નથી, પરંતુ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આગામી ૧૪ ઓક્ટોબર સુધી સતત ચાલુ રહેશે. રાજ્યના નાગરિકોને પોતાની અને અન્ય લોકોની સુરક્ષા ખાતર ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, હંમેશા હેલ્મેટ-સીટબેલ્ટ પહેરવા, નિર્ધારિત સ્પીડમાં જ વાહન ચલાવવા અને માત્ર યોગ્ય લેનમાં મુસાફરી કરવા અપીલ કરવામાં આવી છે. નિયમભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી: દાણચોરીમાં મદદ કરવા બદલ ચાર કસ્ટમ અધિકારીઓ સસ્પેન્ડ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments