Massive Heist in Ahmedabad: શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ‘આભૂષણ’ જ્વેલર્સમાં એક આશ્ચર્યજનક ચોરીની ઘટના સામે આવી છે. શો-રૂમમાં છેલ્લા 11 મહિનાથી સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી નામની યુવતી અંદાજે 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના ભરેલા બ્લેઝરમાં છુપાવીને રફુચક્કર થઈ ગઈ છે.

Massive Heist in Ahmedabad: CCTVમાં કેદ થયો ‘માસ્ટર પ્લાન’:

જ્યારે શો-રૂમના માલિક દર્શનભાઈ ઘરે જમવા ગયા હતા, ત્યારે હર્ષિદાએ તકનો લાભ ઉઠાવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે:

- તેણે ખૂબ જ ચાલાકીથી તિજોરીમાંથી સોનાની ચેઈન, લકી, મંગળસૂત્ર અને વીંટીઓ કાઢીને પોતાના યુનિફોર્મ (શૂટ-પેન્ટ)ના ખિસ્સામાં ભરી દીધા હતા.
- દાગીના છુપાવ્યા બાદ તે એકદમ નોર્મલ વર્તન કરતી હતી અને સાથી કર્મચારીઓ સાથે હસતા મુખે વાત કરતી હતી જેથી કોઈને શંકા ન જાય.
- સાંજે 4:30 વાગ્યે “શેઠે રજા આપી છે” તેમ કહીને તે પોતાની બેગ લઈને શો-રૂમમાંથી નીકળી ગઈ હતી.

ચોરીનો ખુલાસો કેવી રીતે થયો? સાંજે જ્યારે એક ગ્રાહક ખરીદી કરવા આવ્યા અને સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે સોનાની એક લકી ઓછી જણાઈ હતી. હર્ષિદા ગેરહાજર હોવાથી માલિકે સીસીટીવી તપાસ્યા ત્યારે આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે તે કુલ 1.66 કરોડની કિંમતના દાગીના લઈ ગઈ છે અને તેનો ફોન પણ સ્વીચ ઓફ છે. હાલ નિકોલ પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે આંહીં ક્લિક કરો: સોના-ચાંદીના ભાવમાં મોટો ભડકો સરકારે ઇમ્પોર્ટ ડ્યૂટી 6% થી વધારી 15% કરી, જાણો હવે કેટલા વધશે ભાવ




