Massive Fire Outbreak in Private Sleeper Bus:બનાસકાંઠામાં મધરાતે કાળમુખી આગ: રાજસ્થાનથી આવતી લક્ઝરી બસ બની અગનગોળો, 1 મુસાફરનું કરૂણ મોત

0
66
Massive Fire
Massive Fire

 Massive Fire Outbreak in Private Sleeper Bus:બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે ગત રાત્રે (12 માર્ચ) એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનના જેસલમેરથી લગ્ન પ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલી ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક મુસાફર જીવતો ભુંજાયો છે, જ્યારે અન્ય 6 મુસાફરો ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ છે.

Massive Fire Outbreak in Private Sleeper Bus: મધરાતે જ્યારે મુસાફરો ઊંઘમાં હતા ત્યારે ત્રાટકી આફત

Massive Fire Outbreak in Private Sleeper Bus

પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રે આશરે 3:30 વાગ્યાના સુમારે જ્યારે બસ નેનાવા ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે જ ચીસાચીસ અને ધુમાડાના ગોટેગોટાએ ભયનો માહોલ સર્જ્યો હતો.

Massive Fire Outbreak in Private Sleeper Bus: જીવ બચાવવા બારીઓ તોડીને બહાર કૂદ્યા મુસાફરો

આગ એટલી વિકરાળ હતી કે બસના દરવાજેથી બહાર નીકળવું અશક્ય બની ગયું હતું. મુસાફરોએ જીવ બચાવવા માટે બસની બારીઓના કાચ તોડી બહાર છલાંગ લગાવી હતી. જોકે, કમનસીબે એક મુસાફર બસની અંદર જ ફસાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Massive Fire Outbreak in Private Sleeper Bus

 બે રાજ્યોની ફાયર ટીમો કામે લાગી

આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક ધાનેરા નગરપાલિકા ઉપરાંત પાડોશી રાજ્ય રાજસ્થાનના સાંચોરથી પણ ફાયર ફાઈટરો બોલાવવાની ફરજ પડી હતી. કલાકોની જહેમત બાદ આગ બુઝાઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

 ઈજાગ્રસ્તોની હાલત નાજુક

Massive Fire Outbreak in Private Sleeper Bus

દાઝી ગયેલા 6 થી વધુ મુસાફરોને તાત્કાલિક 108 મારફતે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. તબીબોના જણાવ્યા અનુસાર, કેટલાક મુસાફરોની સ્થિતિ અત્યંત ગંભીર છે.

આ પણ વાંચો :ભરૂચમાં વિકાસનો ઉત્સવ 14 માર્ચે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરોડોના વિકાસકામોનું ઈ-લોકાર્પણ, વહીવટી તંત્ર સજ્જ