Masala Chai : ભાગ્યે જ કોઈ હશે જેને ચા પસંદ નહિ હોય.ચા તો દરેક ભારતીયના શ્વાસમાં વસેલી છે. ચા ભારતીયોનું સૌથી વધુ પ્રિય પીણું છે. જે કોઈપણ સમયે અથવા ઋતુમાં ખૂબ જ ઉત્સાહથી પીવામાં આવે છે. આ જ કારણ છે કે ભારતમાં એક નહીં પણ અનેક પ્રકારની ચા ઉપલબ્ધ છે. ત્યારે ભારતીયો અને ચા પ્રેમીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ વિશ્વના ટોચના નોન-આલ્કોહોલ પીણાંની યાદીમાં મસાલા ચાએ બીજું સ્થાન મળ્યું છે.
Masala Chai : શિયાળાની ઋતુમાં ચાની ચૂસકી લેવાથી તમામ થાક અને આળસ દૂર થઈ જાય છે. ચા એ ભારતમાં સૌથી લોકપ્રિય પીણું છે, જે દરેક ઋતુમાં ખૂબ જ ઉત્સાહથી પીવામાં આવે છે. ચાના આ ક્રેઝને કારણે ભારતમાં ચા વિવિધ પ્રકારની બનાવામાં આવે છે, ચા ના વિવિધ ટેસ્ટમાંથી એક મસાલા ચા, લગભગ દરેક ભારતીયની પ્રિય છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેણે ક્યારેય મસાલા ચાનો સ્વાદ ન ચાખ્યો હોય. આ જ કારણ છે કે તેના સ્વાદની ચર્ચા હવે માત્ર ભારત પુરતી મર્યાદિત નથી રહી, પરંતુ વિદેશમાં પણ સાંભળવા મળી રહી છે.
Masala Chai : ભારતની મસાલા ચાને તાજેતરમાં વિશ્વમાં બીજા શ્રેષ્ઠ નોન-આલ્કોહોલ ડ્રિંક તરીકે પસંદ કરવામાં આવી છે. આ સમાચાર નિઃશંકપણે આપણા માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે, કારણ કે ભારતમાં ચા માત્ર એક પીણું નથી પરંતુ એક લાગણી છે. ભારતીય ઘરોમાં ચા એ મુખ્ય પીણું છે. મોસમ કે સમય ગમે તે હોય ભાગ્યે જ કોઈ એક કપ ચા ના પાડી શકે. ચા ઘણીવાર થાકને દૂર કરવામાં અને તમને દિવસભર કામ કરતા રાખવા માટે મદદ કરે છે. આ ગુણોને લીધે ચા વિશ્વનું બીજું શ્રેષ્ઠ નોન-આલ્કોહોલ પીણું બની ગયું છે.
Masala Chai : ટોચના નોન-આલ્કોહોલ પીણાંની યાદી બહાર પાડવામાં આવી
ટેસ્ટ એટલાસ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ વિશ્વના ટોચના નોન-આલ્કોહોલ પીણાંની યાદીમાં મસાલા ચાએ બીજું સ્થાન મેળવ્યું છે. ટેસ્ટ એટલાસ એ એક લોકપ્રિય ઓનલાઈન ફૂડ પોર્ટલ છે જે વારંવાર વિશ્વભરમાંથી ફૂડ લિસ્ટ બહાર પાડે છે. ત્યારે આ વખતે Masala Chai આ યાદીમાં બીજા સ્થાને છે, જ્યારે મેક્સિકોના અગુઆસ ફ્રેસ્કાસને પ્રથમ સ્થાન મળ્યું છે. આ એક પ્રકારનું પીણું છે જે ફળો, કાકડીઓ, ફૂલો, બીજ અને અનાજને ખાંડ અને પાણીમાં ભેળવીને બનાવવામાં આવે છે.
મસાલા ચા એ ભારતમાં બનાવવામાં આવતું એક સુગંધિત પીણું છે, જે સામાન્ય રીતે એલચી, આદુ, લવિંગ, તજ અને કાળા મરીના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે.
ચાલો જાણીએ Masala Chai ના કેટલાક અદ્ભુત ફાયદાઓ
• એન્ટીઑકિસડન્ટથી ભરપૂર લવિંગ અને ચામાં આદુનો ઉપયોગ કરવાથી દુખાવો ઓછો થાય છે.
• ચા માં હાજર આદુ પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરીને પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે.
• મસાલા ચા બ્લડ શુગર લેવલ ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
• વિટામિન સીથી ભરપૂર, એલચી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવામાં ફાળો આપે છે, જે તમને રોગો અને ચેપ સામે લડવામાં સક્ષમ બનાવે છે.
• ચાના મસાલાના એન્ટી-બેક્ટેરિયલ ગુણો પેથોજેન્સ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેનાથી આરોગ્ય સુધારવામાં મદદ મળે છે.
• મસાલા ચા તમારા જ્ઞાનાત્મક કાર્ય પર હકારાત્મક અસર કરે છે, ધ્યાન, સતર્કતા અને ચોકસાઈમાં વધારો કરે છે.
• જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો મસાલા ચા એ એકર એક ઉત્તમ વિકલ્પ છે. તેમાં હાજર તજ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.
તમે આ પણ વાંચી શકો છો
હરિદ્વારમાં અંધશ્રદ્ધાએ માસુમ બાળકનો જીવ લીધો, કેન્સરથી પીડિત બાળકને માંએ 5 મિનીટ સુધી ગંગામાં ડુબાડી રાખ્યો, બાળકનું મોત