નવા નાણાકીય વર્ષમાં થયા ઘણા ફેરફારો

0
165

પહેલી એપ્રિલ એટલે કે તમને થશે આજે તો એપ્રિલ ફુલ છે, પણ તમને જણાવી દઇએ કે જો તમને ભારતના નાગરિક હોવ તો અનેક પરિવર્તન તમારા જીવનમાં થશે ફેરફારો જે તમારા પાકીટ ઉપર અસર પાડશે,, સૌથી પહેલા વાત કરીએ તો ગેસ સિલિન્ડરની તો સરકારે ડોમેસ્ટિક સિલિન્ડમાં અગાઉ જ વધારો કર્યો હતો પણ કોમર્શિયલ સિલિન્ડરમાં 92 રુપિયાનો ઘટાડો થયો છે, સાથે સાત લાખ સુધીની આવક ધરાવતા લોકોને આવકવેરામાંથી મુક્તિ મળશે,  વરિષ્ઠ નાગરિકોની બચત યોજનામાં જમા મર્યાદા 15 લાખથી વધારીને 30 લાખ કરી દેવાઇ છે,  આ લોકો માટે સારા સમાચાર છે

હવે વાત કરીએ માઠા સમાચારની તો, જો હવે તમે કાર ખરીદવા જશો તો તમને 8થી દસ હજારનો ખર્ચો વધુ ભોગવવુ પડશે, સોના ચાંદીમાં હવે હોલ માર્ક અનિવાર્ય થયા છ..એમાય છ અંકના હોલ માર્કમાં જરુરી થાય છે,તો સોનાના ભાવમાં પણ વધારો થશે, મ્યુચ્યુઅલ ફંડ ઉપર સરકારે ટેક્ષ લાદ્યો છે,,તો તેમના વધારાની સાથે તમારા વિમા પોલીસી પણ મોંધી થશે, જીવન રક્ષક દવાઓમાં પણ કેટેગરી પ્રમાણે 8થી લઇને 12 ટકાનો વધારો થયો છે, જ્યારે એક્સપ્રેસ  હાઇવે ઉપર મુસાફરી કરવી મોંધી થશે કારણ કે ટોલ ટેક્ષમાં વધારો થયો છે, તો સાથે ગુજરાતમાં દુધના ભાવમાં પણ વધારો નોધાયો છે…