મનિષ સિસોદિયાને ૭ કલાકના વચગાળાના જામીન અપાયા

0
81
મનિષ સિસોદિયા
મનિષ સિસોદિયા

મનિષ સિસોદિયા એ પત્નીની તબિયતના પગલે વચગાળાના જામીન માંગ્યા હતા.૩ જૂને સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી પોતાની પત્નીને મળી શકશે. દિલ્હી લિકર પોલીસી સ્કેમમાં જેલમાં બંધ મનિષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી છે. હાલ દિલ્હી હાઈકોર્ટ સિસોદિયાને થોડા કલાકો માટે વચગાળાની રાહત આપી છે. દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાને પોલીસ કસ્ટડીમાં પત્ની સાથે મળવાની પરવાનગી મંજૂરી આપી છે. હાઈકોર્ટે મનીષ સિસોદિયાને ૩ જૂનના રોજ, સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધીના વચગાળાના જામીન આપ્યા છે. શરત મુજબ, સિસોદિયા આ દરમિયાન મીડિયા સાથે વાત કરશે નહીં. પરિવાર સિવાય તે કોઈની પણ સાથે વાત કરશે નહીં. મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરશે નહીં. સિસોદિયાની પત્નીની તબિયતના પગલે વચગાળાના જામીન માંગવામાં આવ્યા હતા.

વધુમાં જુઓ 1992 અજમેર રેપ અને બ્લેકમેલ સ્કેન્ડલ