Manipur : દક્ષિણ મણિપુરમાં આસામ રાઈફલ્સના એક જવાને તેના સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં 6 જવાનો ઘાયલ થયા છે. જ્યારે તેણે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના આસામ રાઈફલ્સ બટાલિયનના કેમ્પસમાં બની હતી, જ્યાં મણિપુરના ચુરાચંદપુરમાં રહેતા સૈનિકે પોતાના સાથી સૈનિકો પર બંદૂક વડે ઓપન ફાયરિંગ કરી દીધું હતું.

Manipur : મણિપુરમાં આસામ રાઇફલ્સ (AR) ના એક જવાને સાથી જવાનો પર ગોળીબાર કર્યો હતો અને ત્યાર બાદ પોતાને ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં છ સૈનિકો ઘાયલ થયા છે અને તેમને ચુરાચંદપુરની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલો કરનાર જવાન મણીપુરના કુકી સમુદાયનો હોવાનું જાણવા મળ્યું છે, હુમલા બાદ તેણે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી.
Manipur : આ ઘટના બુધવારે સવારે બની હતી, રજા બાદ જવાન ચુરાચંદપુર સ્થિત પોતાના ઘરેથી પરત ફર્યો હતો. આ ઘટના ભારત-મ્યાનમાર બોર્ડર નજીક દક્ષિણ મણિપુરના આસામ રાઇફલ્સ કેમ્પમાં બની હતી. ઈજાગ્રસ્ત જવાનો ન તો મેઇતેઇ સમુદાયના છે ન તો મણિપુરના રહેવાસી છે. ગોળીબાર પાછળનો હેતુ હજુ અસ્પષ્ટ છે અને અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

Manipur : અફવાથી દૂર રહેવા સલાહ
Manipur : આસામ રાઈફલ્સે જણાવ્યું કે “મણિપુરમાં ચાલી રહેલા વંશીય સંઘર્ષને ધ્યાનમાં રાખતા કોઈપણ સંભવિત અફવાઓને દૂર કરવા અને કોઈપણ અટકળોને ટાળવા માટે ઘટનાની વિગતો પારદર્શક રીતે શેર કરવી મહત્વપૂર્ણ છે. તમામ આસામ રાઇફલ્સ બટાલિયનમાં મણિપુરના વિવિધ સમુદાયોના લોકો સહિત દેશભરના જવાનો ફરજ બજાવે છે. સમાજના ધ્રુવીકરણ છતાં મણિપુરમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે તમામ કર્મચારીઓ સાથે રહીને કામ કરી રહ્યા છે.

નોંધનીય છે કે ગયા વર્ષના મે મહિનાથી મણિપુરમાં મેઇતેઇ (જે ઇમ્ફાલ ખીણમાં બહુમતીમાં છે) અને કુકી-ઝો સમુદાયો (જે થોડા પહાડી જિલ્લાઓમાં વસે છે) વચ્ચે વંશીય હિંસા શરુ થઇ હતી. અત્યાર સુધી હિંસામાં 200 થી વધુ લોકોના મોત થયા છે અને લગભગ 50,000 લોકો વિસ્થાપિત થયા છે.
તમે આ પણ વાંચી શકો છો
Karpuri Thakur: કોણ હતા કર્પુરી ઠાકુર ? જાણો બિહારના પૂર્વ મુખ્યમંત્રીની સંપૂર્ણ કહાની