Major Setback for Anil Ambani: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરતા જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસસ્થાન ‘અબોડ’ (Abode) ને જપ્ત કર્યું છે. 17 માળના આ આલીશાન બંગલાની કિંમત અંદાજે 3716.83 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. આ કાર્યવાહી સાથે અનિલ અંબાણી ગ્રુપની અત્યાર સુધીમાં કુલ ₹15,700 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
Major Setback for Anil Ambani: બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી

આ કાર્યવાહી ત્યારે સંભવ બની જ્યારે બોમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેંચે અગાઉના સિંગલ બેંચના આદેશને રદ કરી દીધો. અગાઉ સિંગલ બેંચે અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશનના બેંક એકાઉન્ટ્સને ‘ફ્રોડ’ (છેતરપિંડી) જાહેર કરવાની પ્રક્રિયા પર વચગાળાની રોક લગાવી હતી. જોકે, ચીફ જસ્ટિસની બેંચે આ રોક હટાવતા જ ED એક્શન મોડમાં આવી ગઈ હતી.
Major Setback for Anil Ambani: બેંકોની જીત અને અંબાણીની દલીલ નકારી
જાહેર ક્ષેત્રની ત્રણ મુખ્ય બેંકો – ઈન્ડિયન ઓવરસીઝ બેંક, IDBI બેંક અને બેંક ઓફ બરોડા એ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે:
- ફોરેન્સિક ઓડિટમાં નાણાંની હેરાફેરી અને દુરુપયોગના ગંભીર પુરાવા મળ્યા છે.
- અંબાણીએ માત્ર ટેકનિકલ કારણો આગળ ધરીને કાર્યવાહી રોકવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટે સિંગલ બેંચના જૂના આદેશને ‘ગેરકાયદે’ ગણાવીને રદ કર્યો હતો અને અંબાણીના વકીલોની સુપ્રીમ કોર્ટમાં જવા માટે સમય માંગતી વિનંતી પણ ફગાવી દીધી હતી.
શું છે ‘અબોડ’ નિવાસસ્થાનની ખાસિયત?

- મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું 17 માળનું આલીશાન બિલ્ડિંગ.
- અંદાજિત મૂલ્ય ₹3716 કરોડ થી વધુ.
- અગાઉ આ ખાતાઓને ફ્રોડ જાહેર કરવા સામે સ્ટે હોવાથી જપ્તી અટકેલી હતી.
આગળ શું?
હાઈકોર્ટના આ કડક વલણ બાદ અનિલ અંબાણી પાસે હવે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો છે. જોકે, EDની આ આકરી કાર્યવાહીથી અંબાણી ગ્રુપ માટે આર્થિક અને કાયદાકીય મોરચે સ્થિતિ વધુ કટોકટીભરી બની ગઈ છે.




