Home State Gujarat Major Relief for VCE:ગ્રામ પંચાયતના VCE માટે મોટો નિર્ણય: હવે વધારાના કામદીઠ...

Major Relief for VCE:ગ્રામ પંચાયતના VCE માટે મોટો નિર્ણય: હવે વધારાના કામદીઠ રૂ. 20 ફરજિયાત, રાજ્યના 14 હજાર VCEને સીધો લાભ

0
393
Major Relief for VCE
Major Relief for VCE

Major Relief for VCE:રાજ્ય સરકારએ ગ્રામ્ય વિસ્તારોમાં ઇ-સેવા આપતા ગ્રામ કમ્પ્યુટર સાહસિકો (VCE) માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈને તેમના મહેનતાણામાં સમાનતા લાવવાનો પ્રયાસ કર્યો છે. હવે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ દ્વારા સોંપવામાં આવતી વધારાની કામગીરી માટે યુનિટદીઠ મિનિમમ ₹20 ચૂકવવા ફરજિયાત રહેશે. આ નિર્ણયથી રાજ્યના 14 હજારથી વધુ VCEને સીધો લાભ મળશે.

Major Relief for VCE

Major Relief for VCE:રોજીંદી કામગીરીના દર યથાવત

  • હાલની રોજીંદી કામગીરી જેવી કે 7/12, 8-A, જન્મ-મરણના દાખલા વગેરેમાં કોઈ દરવધારો કરવામાં આવ્યો નથી.
  • VCEનું કહેવું છે કે તેઓને કમિશન વેતનમાંથી મુક્ત કરી ફિક્સ ચુકવણી આપવામાં આવે તે તેમની મુખ્ય માંગ છે.

Major Relief for VCE:અગાઉની અસમાનતા દૂર થશે

અગાઉ પાક સહાય યોજના, ટેકાના ભાવે ખરીદી જેવી કામગીરીમાં VCEને

  • ક્યાંક ₹5
  • ક્યાંક ₹8
  • તો ક્યાંક ₹10 ચૂકવાતા હતા.

આ દરોમાં અસમાનતા હોવા કારણે VCE લાંબા સમયથી રોષ વ્યક્ત કરી રહ્યા હતા. હવે મિનિમમ 20 રૂપિયાનો દર નક્કી થતા આ અસમાનતા દૂર થશે.

Major Relief for VCE:મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને લેવાયો નિર્ણય

Major Relief for VCE

આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને યોજાયેલી ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની 12મી ગવર્નિંગ બોડીની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
સમાનતા અને ન્યાયસંગત ચુકવણી અંગે મુખ્યમંત્રીએ તાત્કાલિક માર્ગદર્શન આપ્યું હતું.

ગામડાં સુધી શહેરી જેવી ઇ-સેવાની સુવિધા

ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજનાથી ગામડાંમાં મળી રહેલી મુખ્ય ઇ-સેવાઓ:

  • 7/12, 8-A દાખલા
  • આવકપ્રમાણપત્ર
  • જન્મ-મરણના પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ સુધારા
  • ખેડૂત રજીસ્ટ્રેશન
  • વિવિધ યોજનાઓની ડેટા એન્ટ્રી

આ તમામ કામગીરી VCE દ્વારા ગામ સ્તરે પૂરી પાડવામાં આવે છે.

પંચાયત વિભાગનો પરિપત્ર જાહેર

પંચાયત વિભાગે પરિપત્ર કરીને જણાવ્યું છે કે:

  • હવે કોઈપણ વધારાની કામગીરી માટે મિનિમમ ₹20 ચૂકવવા પડશે.
  • કોઈ વિભાગ VCEને નવી કામગીરી સોંપે, એ પહેલા પંચાયત વિભાગ અને ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ કરવી ફરજિયાત રહેશે.

આ નિર્ણયથી ગામ સ્તરે ઇ-ગવર્નન્સને વધુ મજબૂતી મળશે અને VCEનું આર્થિક સશક્તિકરણ પણ થશે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

CM Bhupendra Patel:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ત્રણ વર્ષની સેવા, સંકલ્પ અને વિકાસયાત્રા — ગુજરાતે મેળવ્યાં નવી ઊંચાઈઓ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે