Major Relief for VCE:રાજ્ય સરકારએ ગ્રામ્ય વિસ્તારોમાં ઇ-સેવા આપતા ગ્રામ કમ્પ્યુટર સાહસિકો (VCE) માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈને તેમના મહેનતાણામાં સમાનતા લાવવાનો પ્રયાસ કર્યો છે. હવે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ દ્વારા સોંપવામાં આવતી વધારાની કામગીરી માટે યુનિટદીઠ મિનિમમ ₹20 ચૂકવવા ફરજિયાત રહેશે. આ નિર્ણયથી રાજ્યના 14 હજારથી વધુ VCEને સીધો લાભ મળશે.

Major Relief for VCE:રોજીંદી કામગીરીના દર યથાવત
- હાલની રોજીંદી કામગીરી જેવી કે 7/12, 8-A, જન્મ-મરણના દાખલા વગેરેમાં કોઈ દરવધારો કરવામાં આવ્યો નથી.
- VCEનું કહેવું છે કે તેઓને કમિશન વેતનમાંથી મુક્ત કરી ફિક્સ ચુકવણી આપવામાં આવે તે તેમની મુખ્ય માંગ છે.
Major Relief for VCE:અગાઉની અસમાનતા દૂર થશે
અગાઉ પાક સહાય યોજના, ટેકાના ભાવે ખરીદી જેવી કામગીરીમાં VCEને
- ક્યાંક ₹5
- ક્યાંક ₹8
- તો ક્યાંક ₹10 ચૂકવાતા હતા.
આ દરોમાં અસમાનતા હોવા કારણે VCE લાંબા સમયથી રોષ વ્યક્ત કરી રહ્યા હતા. હવે મિનિમમ 20 રૂપિયાનો દર નક્કી થતા આ અસમાનતા દૂર થશે.
Major Relief for VCE:મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને લેવાયો નિર્ણય

આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને યોજાયેલી ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની 12મી ગવર્નિંગ બોડીની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
સમાનતા અને ન્યાયસંગત ચુકવણી અંગે મુખ્યમંત્રીએ તાત્કાલિક માર્ગદર્શન આપ્યું હતું.
ગામડાં સુધી શહેરી જેવી ઇ-સેવાની સુવિધા
ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજનાથી ગામડાંમાં મળી રહેલી મુખ્ય ઇ-સેવાઓ:
- 7/12, 8-A દાખલા
- આવકપ્રમાણપત્ર
- જન્મ-મરણના પ્રમાણપત્ર
- રેશનકાર્ડ સુધારા
- ખેડૂત રજીસ્ટ્રેશન
- વિવિધ યોજનાઓની ડેટા એન્ટ્રી
આ તમામ કામગીરી VCE દ્વારા ગામ સ્તરે પૂરી પાડવામાં આવે છે.
પંચાયત વિભાગનો પરિપત્ર જાહેર
પંચાયત વિભાગે પરિપત્ર કરીને જણાવ્યું છે કે:
- હવે કોઈપણ વધારાની કામગીરી માટે મિનિમમ ₹20 ચૂકવવા પડશે.
- કોઈ વિભાગ VCEને નવી કામગીરી સોંપે, એ પહેલા પંચાયત વિભાગ અને ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ કરવી ફરજિયાત રહેશે.
આ નિર્ણયથી ગામ સ્તરે ઇ-ગવર્નન્સને વધુ મજબૂતી મળશે અને VCEનું આર્થિક સશક્તિકરણ પણ થશે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




