Home Main ફરી સંસદમાં દેખાશે રાહુલ ગાંધી! માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટ શું કહ્યું? જાણો...

ફરી સંસદમાં દેખાશે રાહુલ ગાંધી! માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટ શું કહ્યું? જાણો શું હતો સમગ્ર મામલો

0
842
કોર્ટ
કોર્ટ

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ માંથી મોટી રાહત મળી છે. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટ એ રોક લગાવી દીધી છે. જણાવી દઈએ કે, વર્ષ 2019માં મોદી અટકને લઈને રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બદલ સુરતની સેશન કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. જેની સામે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ કરી હતી. જોકે, હાઈકોર્ટે પણ તેમની અપીલ રદ્દ કરી દીધી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ નો દરવાજો ખખડાવવો પડ્યો હતો. આખરે આજે સુપ્રીમ કોર્ટમાંથી રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે.

રાહુલ ગાંધી માટે લોકસભા ચૂંટણીનો રસ્તો સાફઃ
મોદી સરનેમ વાળા માનહાનિ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી પર લાગેલી બે વર્ષની સજા પર રોક લગાવી દીધી છે.

શું રાહુલ ગાંધી ફરી સંસદમાં દેખાશે?
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ કોંગ્રેસ માટે અને રાહુલ ગાંધી માટે મોટી રાહતના સમાચાર આવ્યાં છે. સજા પર રોક લાગતા રાહુલ ગાંધી હવે ફરી સંસદમાં દેખાશે કે નહીં એ મોટો સવાલ હતો. તેના જવાબમાં રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાંથી બહાર નીકળતાની સાથે જ મીડિયાને જણાવ્યું હતુંકે, રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પણ બહાલ થઈ ગઈ છે. તેથી સુપ્રીમના આદેશ બાદ હવે રાહુલ ગાંધી ફરી એકવાર સંસદમાં દેખાશે. ફરી એકવાર રાહુલ ગાંધી વાયનાડથી સાંસદ હોવાથી પોતાનું સાંસદ પદ પરત મેળવ્યું છે.

લલિત મોદી અને નિરવ મોદી જે ભાગેડુ જાહેર થયા છે તેમને સંબોધીને રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ સુરત ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરુદ્ધ મોદી સરનેમને લઈને રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો.

સજા પર સ્ટે આવતા શું રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી લડી શકશે?
નિયમાનુસાર કોઈપણ રાજકીય વ્યક્તિ પર બે વર્ષ અથવા તેથી વધારે સમયની સજા થાય તો તેની રાજકીય સદસ્યતા રદ થઈ શકે છે. તે નિયમાનુસાર જ લોકસભાના અધ્યક્ષ દ્વારા લોકસભામાંથી રાહુલ ગાંધીનું સભ્યપદ પરત લઈ લેવાયું હતું. કારણકે, માનહાનિ કેસમાં રાહુલને સુરતની સેશન્સ કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે પણ યથાવત રાખી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આજે તે સજા પર રોક લગાવી દીધી છે. જેને કારણે રાહુલનું રાજકીય ભાવિ હવે સુરક્ષિત હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. આ સ્થિતિને જોતા રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણી પર લડી શકે છે.

શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી મોદી સરનેમને સંબોધીને એક ટિપ્પણી કરી હતી. દક્ષિણ ભારતની સભામાં લલિત મોદી અને નિરવ મોદીને ટાંકીને રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મોદી સમાજનું અપમાન થયું હોવાનો દાવો કરીને રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. જેને સુરત સેશન્સ કોર્ટે બે વર્ષની સજા કરી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ આ સજા યથાવત રાખી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ઉલ્લેખનીય છેકે, ટ્રાયલ કોર્ટે સજા સંભળાવ્યાના બીજા જ દિવસે લોકસભાના અધ્યક્ષે રાહુલ ગાંધીનું વાયનાડથી સંસદ સભ્ય તરીકેનું પદ રદ્દ કરી દીધું હતું. જોકે, હવે તેમનું સભ્ય પદ ફરી રિવાઈસ થઈ જશે.

બન્ને પક્ષોની દલીલ બાદ કોર્ટે શું કહ્યું? 
મોદી સરનેમ વાળા માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. નીચલી કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને કરવામાં આવેલી બે વર્ષની સજા પર કરવામાં આવેલી સુપ્રીમ કોર્ટે હાલ પુરતી રોક લગાવી દીધી છે. બન્ને પક્ષોની દલીલ બાદ સુપ્રીમ કોર્ટે મુખ્ય બે વાત પર વિચાર કર્યો છે.

1) એક છે, ટ્રાયલ કોર્ટે આપેલી મહત્ત્મ સજા. સુપ્રીમ કોર્ટે ટાંક્યું છેકે, માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને શા માટે મહત્તમ સજા જ કરવામાં આવી? નીચલી કોર્ટે આ અંગે કોઈ ખાસ કારણ જણાવ્યું નથી કે કોઈ સ્પષ્ટતા કરી નથી. મહત્તમ સજા આપવા માટે તે સજા આપવાનું કારણ જણાવવું જરૂરી છે અને તે અંગે વિગતવાર સ્પષ્ટતા પણ કોર્ટે કરવી ફરજિયાત છે.

2) આ ઉપરાંત કોર્ટે બીજો વિચાર એ વાત કર્યોકે, રાહુલ ગાંધી માત્ર કોઈ એક સામાન્ય વ્યક્તિ નથી. તેની સાથે લાખો મતદારોના અધિકારોની પણ અહીં વાત આવે છે. રાહુલ ગાંધી એક સાંસદ સભ્ય છે. તે વાયનાડ લોકસભાથી સાંસદ છે. અહીં એમના મતદારોના અધિકારની વાત છે. તેથી કોર્ટે હાલ આ નિર્ણય લીધો છે. કોર્ટે એવું પણ ટાંક્યું છેકે, રાહુલ ગાંધીનું આ પ્રકારનું નિવેદન યોગ્ય નહોંતું. આ ઉપરાંત રાહુલ ગાંધીનો ઈરાદો કોઈપણ સમાજને હર્ટ કરવાનો ઈરાદો નહોતો. એવી દલીલ પણ તેમના વકીલ કોર્ટ સમક્ષ કરી હતી. ચોમાસુ સત્રમાં રાહુલ ગાંધી ફરી સંસદમાં જોવા મળશે તેવું રાહુલ ગાંધીના વકીલે કર્યું છે. સાર્વજનિક જીવનમાં આવા નેતાઓ પાસે વધારે જવાબદારીની અપેક્ષા છે તેનું પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે