Home Main રાજકારણ ગરમાયું! ગુજરાતના આ ધારાસભ્ય ભરાયા, પત્ની, PA અને ખેડૂતની ધરપકડ

રાજકારણ ગરમાયું! ગુજરાતના આ ધારાસભ્ય ભરાયા, પત્ની, PA અને ખેડૂતની ધરપકડ

0
838
ચૈતર વસાવા
ચૈતર વસાવા

ચૈતર વસાવા સામે ફરિયાદ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની પણ સામેલ છે. આ મુદ્દે નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સૂંબેએ પત્રકાર પરિષદ પણ યોજી હતી અને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી હતી.  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે એક પોલીસ ફરિયાદથી રાજકારણ ગરમાયું છે. ચૈતર વસાવા સામે નર્મદા વન વિભાગની ટીમે પોલીસ ફરિયાદ નોંધી છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ મામલે માથાકૂટ થઈ હતી. જે પછી વન વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ અને કલમ 386 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ આ મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ચૈતર વસાવા સામે ફરિયાદ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની પણ સામેલ છે. આ મુદ્દે નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સૂંબેએ પત્રકાર પરિષદ પણ યોજી હતી અને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી હતી.

સાંસદ મનસુખ વસાવા પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૈતર વસાવા ગુનાહિત માનસિક્તા ધરાવે છે. ખોટી રાતે વન ખાતાની જમીન પચાવી પાડવા માટે ઉલટા ચોર કોતવાલ કો ડાંટે જેવી હાલત છે. તો નર્મદામાં ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે કહ્યું ચૈતરભાઈ કાયદાના રક્ષક છે અને રક્ષક આ પ્રકારની પ્રવૃતિ કરે તો ચાલી ના લેવાય.

ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી
ભરૂચની સીટ પરથી લોકસભાની સીટ પર ચૂંટણી લડવાના સપનાં સેવતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ થઈ છે. જેને પગલે ધારાસભ્ય ભરાયા છે. ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં કાર્યવાહી થઈ છે. જંગલની જમીનમાં ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. જેને પગલે હવે વન વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે આકરી પ્રતિક્રિયા આપી હતી. આ સીટ પર ત્રીપાંખિયો જંગ ખેલાય તેવી સંભાવનાઓ વચ્ચે ચૈતર વસાવા હવે ભરાયા છે કારણ કે આ બિનજામીનપાત્ર ગુનો છે. ફરિયાદ નોંધાયા બાદ આપમાં પણ હડકંપ મચી ગયો છે. 

ખોટી રીતે કબજો કરી અને ધાકધમકી આપી
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વન વિભાગ તેમજ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત આદિવાસી પરિવારોને જંગલની જમીન ખેડવા માટે આપવામાં આવતી હોય. જેની ઉપર માલેતુજારો દ્વારા ગેરકાયદેસર કબજો કરી અથવા ગરીબ અને અભણ આદિવાસી ને થોડા ઘણા રૂપિયાની લાલચ આપી જમીન પોતાના માણસો પાસે ખેડવાનું શરૂ કરવામાં આવે છે. હજારો એકર જમીનો ભરૂચ લોકસભા આદિવાસી વિસ્તારના જંગલોમાં આવેલી છે. એની ઉપર ખોટી રીતે કબજો કરી અને ધાકધમકી આપી ખેડવાનું શરૂ કરી દેવામાં આવે છે.

ભરૂચ ની બેઠક પર આદિવાસીઓનું પ્રતિનિધિત્વ
તેમાંથી નીકળતા પાક અથવા ખેતીની ઉપજ આદિવાસીના હાથમાં નહીં પરંતુ આવા અસામાજિક તત્વો પોતાના ખિસ્સામાં નાખી દેતા હોઈ છે. છેલ્લા ઘણા દશકાઓથી વર્ષથી આજ પરંપરા ચાલતી આવી છે. આ મુદ્દા પર ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા જેઓ છ ટર્મથી ભરૂચ ની બેઠક પર આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરે છે. અવારનવાર તેઓ દ્વારા આદિવાસીઓના શોષણ અંગે જાહેરમાં રોષ ઠલવાય છે. 
 
આમ આદમી પાર્ટીના દમદાર લડાયક ધારાસભ્ય
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાને પણ જંગલની જમીનો ખેડાણ મામલે વન વિભાગના અધિકારીઓ સામે બોલાચાલી થઈ હતી. વન વિભાગ દ્વારા ધારાસભ્ય ઉપર ફરિયાદ દાખલ કરાતા ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ઉમેદવારી કરવાની સંભાવના વચ્ચે આ મામલો હવે ભરૂચ જિલ્લામાં તુલ પકડે તો નવાઈ નહીં. આમ આદમી પાર્ટીના દમદાર લડાયક ધારાસભ્ય અને આદિવાસી સમાજના મજબૂત આગેવાન ભાઈ શ્રી ચૈતર વસાવા ઉપર ભ્રષ્ટ ભાજપ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી.

સરકાર આ મામલામાં કેટલો રસ દાખવે છે?
આ કેસમાં ચૈતર વસાવા સામે કયા પ્રકારની કલમો લગાવી એની વિગતો બહાર આવી નથી પણ આ કલમો બિનજામીન પાત્ર હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે. વસાવા સામે ફરિયાદ નોંધાતાં આ કેસમાં પોલીસ કાર્યવાહી થઈ તો આપના ધારાસભ્યે જેલવાસ ભોગવવો પડશે. હવે આગામી દિવસોમાં એ સ્પષ્ટ થઈ જશે કે સરકાર આ મામલામાં કેટલો રસ દાખવે છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ હોવાથી આ મામલો રાજકીય રંગ પકડે તો પણ નવાઈ નહીં. જોકે, વનવિભાગ સાથે કયા મામલે માથાકૂટ થઈ તેની વિગતો હજુ બહાર આવી નથી પણ જમીન ખેડાણનો આ મામલો છે.

ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવે છેઃ સાંસદ મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવાએ ઝી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવે છે. ચૈતરભાઈ ધારાસભ્ય નહોતા ત્યારે પણ તે માથા ભારે હતા. અગાઉ તેમણે ઘણાં લોકોને માર્યા છે. પોલીસ અને સરકારે આવા તત્વો સામે કડક પગલાં લેવાની જરૂર છે. ખોટી રીતે વન ખાતા ની જમીન પચાવી ઉલટા ચોર કોટવાલ કો ડંડે જેવી હાલત છે. ખરેખર જે ગરીબ છે એવા લોકોને એવા આદિવાસીઓને જંગલની જમીન નથી મળતી. પણ જેનો ગામમાં મોભો હોય, મોટા માથા હોય, માલેતુરા હોય જેનું મોટું નામ હોય એવા લોકો જંગલની જમીન પચાવી લેતા હોય છે. હકદારો તો રહી જાય છે. હજારો એકર જમીનનું આવું કૌભાંડ ચાલે છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે