આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ

0
93
વરસાદ
વરસાદ

હવામાન વિભાગે આગામી 24 કલાક વરસાદ ની આગાહી કરી છે જેમાં પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય અને સિક્કિમમાં ભારે વરસાદ ની ચેતવણી જાહેર કરી છે. ત્યારબાદ આ રાજ્યોમાં વરસાદમાં ઘટાડો થશે. આ સિવાય આગામી બે દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ચોમાસાની વિદાયની સ્થિતિઓ અનુકૂળ બનેલી રહેશે. પૂર્વી ભારતની વાત કરીએ તો પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં પાંચ અને છ ઓક્ટોબર, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળમાં પાંચ ઓક્ટોબર, અંડમાન અને નિકોબાર ટાપુમાં પાંચથી નવ ઓક્ટોબર ભારે વરસાદ ની સંભાવના છે. નોર્થઈસ્ટ ઈન્ડિયાની વાત કરીએ તો અસમ, મેઘાલયમાં પાંચથી સાત ઓક્ટોબર, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુરમાં પાંચ અને છ ઓક્ટોબરે ભારે વરસાદ થશે. તો નોર્થઈસ્ટના કેટલાક રાજ્યોમાં પણ વરસાદનું  એલર્ટ છે. 

હવામાન વિભાગે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 9 ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય વીજળી અને કેટલાક વિસ્તારમાં આંધી-તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પશ્ચિમી અને દક્ષિણ ભારતની વાત કરીએ તો અહીં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. 

સિક્કિમમાં અચાનક આવેલા પૂરથી 14 લોકોના મોત
ઉત્તરી સિક્કિમમાં લ્હોનક તળાવ પર વાદળ ફાટવાથી તીસ્તા નદીમાં અચાનક પૂર આવવાને કારણે 14 લોકોના મોત થયા અને 23 સૈન્યકર્મીઓ સહિત 102 લોકો લાપતા થયા છે. અધિકારીઓએ ગુરૂવારે આ જાણકારી આપી છે. સિક્કિમ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA)એ બુલેટિનમાં તે જણાવ્યું કે બુધવારે આપદા બાદથી અત્યાર સુધી 2011 લોકોને બચાવવામાં આવ્યા છે, જ્યારે 22034 લોકો તેનાથી પ્રભાવિત થયા છે. તેમાં જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકારે આપદાથી પ્રભાવિત ચાર જિલ્લામાં 26 રાહત શિબિર સ્થાપિત કરી છે. 