Atomic bomb : ભારતે પરમાણું બોમ્બની સંખ્યામાં પાકિસ્તાનને પછાળ્યું, ભારત પાસે હવે આટલા પરમાણું બોમ્બ   

0
340
Atomic bomb
Atomic bomb

Atomic bomb : હવે મોટા ભાગે યુદ્ધનો સમય નથી રહ્યો , દરેક દેશો પોતાના દુશ્મનોને ડરાવવા હવે પરમાણું બોમ્બની સંખ્યાથી જ ડરાવી દેતા હોય છે, ત્યારે એક સર્વે અનુસાર ભારત પોતાના લાંબાગાળાના દુશ્મન પાકિસ્તાનથી પરમાણું બોમ્બની સંખ્યામાં આગળ નીકળી ગયું છે, ભારત પાસે સર્વે અનુસાર 172 પરમાણું બોમ્બની સંખ્યા છે, જયારે પાકિસ્તાન પાસે 170 પરમાણું બોમ્બ છે.       

Atomic bomb

આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે પરમાણુ બોમ્બ બનાવવાની સ્પર્ધા પણ જોવા મળી રહી છે. સૌથી મોટી વાત એ છે કે, આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને છેલ્લા એક વર્ષથી એકપણ પરમાણુ બોમ્બ બનાવ્યો નથી, જ્યારે ભારતે એક વર્ષમાં આઠ પરમાણુ બોમ્બ બનાવી પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. ભારતના પરમાણુ બોમ્બની સંખ્યા હવે દુશ્મન દેશ પાકિસ્તાનથી વધુ થઈ ગઈ છે.

Atomic bomb : ભારત, પાકિસ્તાન, ચીન પાસે કેટલા પરમાણુ બોમ્બ ?

Atomic bomb

વિશ્વભરમાં પરમાણુ બોમ્બ બનાવવાના દેશો પર નજર રાખતી ચર્ચાસ્પદ સંસ્થા ‘સિપ્રી’ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, વર્તમાન સ્થિતી મુજબ ભારત પાસે 172 પરમાણુ બોમ્બ તો પાકિસ્તાન પાસે 170 પરમાણુ બોમ્બ છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, પરમાણુ બોમ્બ  ધરાવતા નવ દેશોએ પોતાના હથિયારોને ટેકનોલોજીથી સજ્જ કર્યા છે. એટલું જ નહીં આ દેશોએ પરમાણુ હથિયારો તહેનાત પણ કર્યા છે. જ્યારે ભારતના સૌથી મોટા દુશ્મન ચીનની વાત કરીએ તો તેના પરમાણુ બોમ્બની સંખ્યા એક વર્ષમાં 410થી વધીને 500 સુધી પહોંચી ગઈ છે.

Atomic bomb

કયા દેશ પાસે કેટલા Atomic bomb

  • અમેરિકા – 5044
  • રશિયા – 5580
  • ચીન – 500
  • ફ્રાન્સ – 290
  • બ્રિટન – 225
  • ભારત – 172
  • પાકિસ્તાન – 170
  • ઈઝરાયલ – 90
  • ઉત્તર કોરિયા – 50

Atomic bomb : નવ દેશો પાસે કુલ 12,121 પરમાણુ બોમ્બ

Atomic bomb

Atomic bomb : સિપ્રીના રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ 2023માં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, નોર્થ કોરિયા અને ઈઝરાયલે પરમાણુ હથિયારોનું વધુમાં વધુ આધુનિકરણ કર્યું છે. વર્ષ 2024માં કુલ પરમાણુ બોમ્બની સંખ્યા હવે 12,121 પર પહોંચી ગઈ છે. પરમાણુ બોમ્બનો જરૂર પડે ઉપયોગ થઈ શકે તે માટે, આમાંથી 9585 પરમાણુ બોમ્બ સેનાના ભંડારમાં મુકવામાં આવ્યા છે, જ્યારે 3904 પરમાણુ બોમ્બ મિસાઈલો અને ફાઈટર પ્લેનમાં રાખવામાં આવ્યા છે, જે વર્ષ 2023ની તુલનાએ 60 વધુ છે. રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ કહેવાઈ છે કે, કુલ પરમાણુ બોમ્બમાંથી 2100 બોમ્બ મિસાઈલોની અંદર એલર્ટ પર રખાયા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો