Gandhinagar Manapa :ગાંધીનગર મનપાના મેયરની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા હવે આગામી અઢી વર્ષની ટર્મ માટે મેયરની પસંદગી હાથ ધરાશે. લોકસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે પસંદગી પ્રક્રિયા પાછી ઠેલાઈ હતી, આગામી અઢી વર્ષની ટર્મને લઈ દાવેદારો દ્વારા લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગાંધીનગર મનપામાં આગામી અઢી વર્ષ મેયર પદ માટે મહિલા અનામત છે.
Gandhinagar Manapa : આવતીકાલે ગાંધીનગરને મળશે નવા મેયર, 18 જુનના રોજ ગાંધીનગરની સામાન્ય સભા યોજાશે તેમાં નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેન સહીતના પદાધિકારીઓની નિમણુક કરવામાં આવશે, તમને જણાવી દઈએ ગાંધીનગર મહાનગરપાલિકાના હાલના મેયર સહિતના પદાધિકારીઓની ટર્મ 29 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ હતી,જોકે લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી તે પહેલા સામાન્ય સભા બોલાવી શક્ય ન હતી. જેથી લોકસભા ચુંટણી પૂર્ણ થતાની સાથે હવે નવા મેયરની વરણી કરવામાં આવશે,
ગાંધીનગર મહાનગરપાલિકામા હાલ ભાજપનું શાસન છે. અને 44 માંથી 41 કોર્પોરેટરો ભાજપ તરફે ચુંટાઈને આવ્યા છે. ત્યારે લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસના બે કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતા ભાજપના કોર્પોરેટરોનું સંખ્યાબળ 43 થઈ ચુક્યું છે.
Gandhinagar Manapa : અચાનક તારીખ બદલાઈ
Gandhinagar Manapa : 7 મેએ લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી તે પહેલા સામાન્ય સભા બોલાવી શક્ય ન હતી. જેથી લોકસભા ચુંટણી પૂર્ણ થતાની સાથે જ 10મી જૂને સામાન્ય સભાની જાહેરાત કરવામાં આવી હતી. હાલના મેયર દ્વારા 10 જૂનના રોજ નવા પદાધિકારીઓની નિમણૂક માટે સામાન્ય સભાનો એજન્ડા પણ બહાર પાડી દેવામાં આવ્યો હતો.પરંતુ આજે એકાએક મેયર હિતેશ મકવાણા એ અનિવાર્ય કારણસર સભા રદ કરી દેવામાં આવી હતી. અને 18 મી જૂન સામાન્ય સભા યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
Gandhinagar Manapa : મામલો ડખે ચડયો
Gandhinagar Manapa : મેયરની નિમણૂકનો મામલો પાછો ડખે ચડ્યો છે. મહાનગરપાલિકામાં મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂકનો મામલો ડખે ચડતા મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક માટે યોજાનારી આજની સામાન્ય સભા મુલતવી રાખવાની ફરજ પડી છે. હવે આગામી 18 જૂને મેયર સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો