Home Main દિવાળી ટાણે સુરતને વધુ 20 એસટી બસ મળી, હર્ષ સંઘવીએ જાતે આ...

દિવાળી ટાણે સુરતને વધુ 20 એસટી બસ મળી, હર્ષ સંઘવીએ જાતે આ કામ કરી ગુજરાતની જનતાને કરી અપીલ

0
697
એસટી બસ
એસટી બસ

દિવાળી આવી રહી છે અને ખાસ સુરત એસટી વિભાગ દ્વારા દિવાળીને લઈ એક્સા બસોનું અલગથી સંચાલન કરી આયોજન કરવામાં આવ્યું છે. તેથી સુરત એસટી વિભાગ દ્વારા નવીન બસોનું લોકાર્પણ સમયાંતરે કરવામાં આવી રહ્યું છે. સુરત એસટી વિભાગ દિવાળીના સમયે એક્સ્ટ્રા 2200 જેટલી બસો ફાળવી રહી છે 20 જેટલી નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી 20 જેટલી બસોને લોકાર્પણ કર્યું હતું. બસને લીલી ઝંડી આપ્યા બાદ બસમાં મુસાફરી કરી રોડ પર ફૂટપાથ પર દિવાળીના દિવાની ખરીદી કરી હતી. 

દિવાળી આવી રહી છે અને ખાસ સુરત એસટી વિભાગ દ્વારા દિવાળીને લઈ એક્સા બસોનું અલગથી સંચાલન કરી આયોજન કરવામાં આવ્યું છે. તેથી સુરત એસટી વિભાગ દ્વારા નવીન બસોનું લોકાર્પણ સમયાંતરે કરવામાં આવી રહ્યું છે. અગાઉ 40 જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે આજે ફરીથી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 20 જેટલી નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય રેલ રાજ્ય અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ, મેયર દક્ષેશ માવાણી એસટી વિભાગના કર્મચારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

નવીન બસો ખાસ બેઠક વ્યવસ્થા સાથે બનાવવામાં આવી છે. જેમાં લાંબા રૂટ પર મુસાફરી થાય તો મુસાફરને થાક ન લાગે તે પ્રકારની બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે. બસના ઇન્ટિરિયર ડિઝાઇન પણ મુસાફરોને આકર્ષિત કરે તે પ્રકારનું બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને અગાઉ એસટી વિભાગ નવીન બસોમાં ઇન્ટિરિયરમાં કોઈ સુધાર ન કરતું હતું. પરંતુ ખાનગી બસો ના ઇન્ટિરિયર પ્રમાણે હવે એસટી બસોમાં પણ ઇન્ટિરિયર ડિઝાઇન બનાવવામાં આવી રહી છે અને મુસાફરોનું આકર્ષણ બને તે પ્રકારે બસની અંદર ઇન્ટિરિયર ડિઝાઇન બનાવવામાં આવી રહ્યા છે.

આ સાથે જ ગૃહરાજ્યમંત્રીએ 20 બસોનું લોકાર્પણ કરી નવીન બસમાં મુસાફરી પણ કરી હતી. મુસાફરી બાદ હર્ષ સંઘવીએ અગાઉ અપીલ કરી હતી તે પ્રમાણે રોડ પર પાથરણા વાળાઓ પાસેથી દીવડાઓની ખરીદી કરી હતી દીવડાઓની ખરીદી કર્યા બાદ ડિજિટલ પેમેન્ટ પણ ચૂકવ્યું હતું. હર્ષ સંઘવી અગાઉ પણ આ મામલે શહેરીજનોને અને સમગ્ર ગુજરાતની જનતાને અપીલ પણ કરી છે. પાથરણા વાળાઓ પાસેથી દિવાળીની વસ્તુની ખરીદી કરી તેમને દિવાળી સારી બનાવવા માટે ફરીથી લોકોને આહવાન કર્યું હતું. સાથે પાથરણાના કોઈ પણ તકલીફ ન પડે તકેદારી રાખવા ગૃહ મંત્રીએ સૂચન કર્યું છે. મોટા વેપારીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. ટ્રાફિકના નિયમનો અનુસરવા પડશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે