સાળંગપુર હનુમાનજી અપમાન વિવાદમાં મોટા સંતો કેમ થયા છે ચુપ,, અથવા તેમને ચુપ કરી દેવાયા !

0
130
મોટા સંતો
મોટા સંતો

સાળંગપુર હનુમાનજીના અપમાન મામલે સનાતન સંત સમાજ પોતાની રીતે વિરોધ કરી રહ્યો છે, પણ મોટા સંતો અને મોટા મંદિરો તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી, જેમાં કે સોમનાથ મંદિર દેવભુમિ દ્વારકા, અંબાજી, ડાકોર, કે પછી વૈષ્ણવ સંપ્રદાયના મોટા સંતો નો ન તો આ વિવાદના પક્ષમાં કે વિપક્ષમાં નિવેદન સંભળાયો નથી ,,ખાસ કરીને રમેશ ચંદ્ર ઓઝા ભાઇજી તરફથી કોઇ નિવેદન નથી આવ્યા, અવિચલ દાસ મહારાજ પણ ચુપ દેખાય છે ,, મોરારી બાપુ તરફથી પણ એક જ વખત નિવેદન આવ્યો છે, ત્યારે  સવાલ એછે કે શુ આ સંતો ને ન બોલવાની ઉપરી કક્ષાએથી સૂચન છે કે પછી તેઓ જાતે આ વિવાદમાં પડવા માંગતા નથી, છતાં 5 તારીખે લિંબડીમાં થનારી બેઠકમાં કોણ કોણ સંતો હાજર રહેશે કે પછી કોણ કોણ ગેર હાજર રહેશે તેના ઉપર તમામની નજર છે,

સાળંગપુર મંદિર વિવાદને લઇને બેઠક

સાળંગપુર મંદિરના વિવાદ મુદ્દે સનાતન ઘર્મના સાધુ સંતોની બેઠક બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હાજર રહ્યા હતા. સાળંગપુર મંદિરના ભીંતચિત્રોના વિવાદને લઈને બેઠક પૂર્ણ થઈ ગયા છે, 50 સંતોએ 3 કલાક ચર્ચા કરી હતી. 3 કલાકની બેઠક બાદ પણ સાળંગપુર વિવાદનો કોઈ અંત દેખાતો ન હોય તેવું જણાઈ રહ્યું છે. આખી બેઠકમાં BAPS સંસ્થાના એકપણ મહંત હાજર રહ્યા નહોતા. સોખડા, જૂનાગઢ , ધોલેરા, અમદાવાદ છારોડી- મેમનગર અને વડતાલથી સ્વામિનારાયણ મહંત ઉપસ્થિત રહ્યા હતા. 

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોના વિવાદને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, આ વિવાદનો સુખદ ઉકેલ આવે એ માટે તમામ સંતોએ એક સૂરમાં વાત કરી છે, સંત સમિતિની રચના કરાઈ છે. સમિતિ દ્વારા સમગ્ર મામલે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. પરંતું 3 કલાકની બેઠક બાદ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિવાદનો ઉકેલ લાવી શક્યા નહોતા, તેઓ 3 કલાકની બેઠક કર્યા પછી પણ 40 સેકેન્ડ પણ મીડિયા સામે બોલી શક્યા નહોતા. સ્વામીજીએ આ વિવાદ ઉકેલવા માટે સમિતિની રચના તો કરી, પરંતુ સમિતિમાં કેટલા સભ્યો હશે, નિર્ણય લેવાની મુદત અને આજની બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કયા કયા સંતો હાજર રહ્યા હતા તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. બપોરની બેઠકનું કોઈ ચર્ચા થઇ કે નહીં એવી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.

એટલું જ નહીં, 3 કલાકની બેઠક બાદ વલ્લભ સ્વામી મીડિયાને જોઈને રીતસરના ભાગ્યા હતા. તેઓ મીડિયાના વેધક સવાલોના જવાબ આપવા ના પડે તેના કારણે 40 સેકેન્ડમાં પોતાનું ભાષણ આટોપીને ભાગ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની બેઠક બાદ જે પ્રકારનું વર્તન જોવા મળ્યું છે, તેને જોતા આ વિવાદનો કોઈ ઉકેલ દેખાઈ રહ્યો નથી. આખી બેઠકમાં BAPS સંસ્થાના એકપણ મહંત હાજર રહ્યા નહોતા. સોખડા, જૂનાગઢ , ધોલેરા, અમદાવાદ છારોડી- મેમનગર અને વડતાલથી સ્વામિનારાયણ મહંત ઉપસ્થિત રહ્યા હતા. 

નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે: સંત વલ્લભ સ્વામી
સાળંગપુર વિવાદ અંગે ત્રણ કલાકની બેઠક બાદ વડતાલના સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, એક સમિતિની રચના કરવામાં આવી છે, સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે.

મહત્વનું છે કે, સ્વામિનારાયણ ભગવાને બાંધેલા મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતોનો સમાવેશ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ આ બેઠકમાં હાજરી આપી હતી. BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. તો બીજી તરફ, RSSના આગેવાનો પણ બેઠકમાં જોડાયા હતા.

બે દિવસનો સમય આપવામાં આવ્યો
કોઠારી સ્વામીને મળવા ગયેલા સનાતન સાધુ સંતો દ્વારા માહિતી આપવામાં આવી છે કે, કોઠારી સ્વામી જોડે અમારી ચર્ચા થઈ છે, જેમાં ભીંતચિત્રો, જ્યાં-ત્યાં આડુંઅવળું ન બોલવું, કથાકારો-વક્તાઓને સંયમ રાખવા માટે કહેવું, પુરાણોમાં જે છેદ કરે છે તેનું નિરાકરણ કરવું તે સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દે અમને બાંહેધરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં અમે સુખદ સમાધાન લાવીશું. બે દિવસનો અમને સમય આપવામાં આવ્યો છે.

મોટા સંતો ચુપ કે પછી ચુપ કરી દેવાયા

સારંગપુર હનુમાનજીના અપમાન મામલે સનાતન સંત સમાજ પોતાની રીતે વિરોધ કરી રહ્યો છે, પણ મોટા સંતો અને મોટા મંદિરો તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી, જેમાં કે સોમનાથ મંદિર દેવભુમિ દ્વારકા, અંબાજી, ડાકોર, કે પછી વૈષ્ણવ સંપ્રદાયના મોટા સંતોનો ન તો આ વિવાદના પક્ષમાં કે વિપક્ષમાં નિવેદન સંભળાયો નથી ,,ખાસ કરીને રમેશ ચંદ્ર ઓઝા ભાઇજી તરફથી કોઇ નિવેદન નથી આવ્યા ,, મોરારી બાપુ તરફથી પણ એક જ વખત નિવેદન આવ્યો છે, ત્યારે  સવાલ એછે કે શુ આ સંતોને ન બોલવાની ઉપરી કક્ષાએથી સૂચન છે કે પછી તેઓ જાતે આ વિવાદમાં પડવા માંગતા નથી, છતાં 5 તારીખે લિંબડીમાં થનારી બેઠકમાં કોણ કોણ સંતો હાજર રહેશે કે પછી કોણ કોણ ગેર હાજર રહેશે તેના ઉપર તમામની નજર છે,