Mahua Moitra : વધુ એક સાંસદનું સભ્યપદ લોકસભામાંથી રદ્દ કરવામાં આવ્યું છે, કેશ ફોર ક્વેરી કેસમાં મમતા બેનર્જીના ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આ અંગે લોકસભામાંથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ મહુઆ મોઇત્રા (Mahua Moitra) ને હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યો હતો.આ કાર્યવાહીનો વિરોધ કરતા સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. મહુઆ મોઇત્રાના સમર્થનમાં વિપક્ષના તમામ સાંસદો સંસદ ભવન બહાર આવ્યા હતા. આમાં કોંગ્રેસ હાઈકમાંડ સોનિયા ગાંધી પણ સામેલ હતા.શું હતો સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં,…
શું હતો કેશ ફોર ક્વેરી કેસ ?
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઈત્રા (Mahua Moitra) એ સંસદમાં સવાલ પૂછવા માટે કોઈ ઉદ્યોગપતિ પાસેથી પૈસા લીધા હતા, જે આરોપસર મહુઆ મોઇત્રાની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે, આ આરોપ બાદ એથિક્સ કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટીએ તપાસ બાદ મહુઆને દોષિત સાબિત કર્યા હતા,
સદસ્યતા રદ્દ થવા પર શું કહ્યું મહુઆ મોઈત્રાએ ?
મહુઆએ લોકસભાની બહાર મીડિયા સાથે વાતચીતમાં સ્વીકાર્યું હતું કે તેમણે સંસદમાં સવાલ પૂછવાની IDના લૉગિન પાસવર્ડ શેર તો કર્યા હતા પણ તેઓ કહી રહ્યા છે કે એવો કોઈ નિયમ નથી કે પાસવર્ડ શેર કરો એટલે સદસ્યતા રદ્દ કરી શકાય. મહુઆએ વધુમાં કહ્યું કે મોદી સરકાર મને અદાણી મામલે ચૂપ કરાવી દેવા માંગે છે
સદસ્યતા રદ્દ થવા કોંગ્રેસે નિશાન સાધ્યું
કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઇત્રા (Mahua Moitra) વિરુદ્ધ એથિક્સ કમિટીના રિપોર્ટ પર લોકસભામાં ‘ઉતાવળમાં’ ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીએ કહ્યું કે આ ‘પ્રાકૃતિક ન્યાય’ના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. જો સભ્યોને અહેવાલ વાંચવા માટે ત્રણ-ચાર દિવસનો સમય આપવામાં આવ્યો હોત તો શુ ખોટુ હતું.
TMCએ શું કહ્યું ?
આ નિયમો અને બંધારણની વિરુદ્ધ થઈ રહ્યું છે. મહુઆ મોઇત્રાને બોલવાની તક આપવી જોઈએ. જ્યારે ભાજપના સાંસદોએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન થયું છે,
અહી તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ સાંસદ સામે કોઈ ફરિયાદ આવે ત્યારે એથિક્સ કમિટી પાસે અધિકાર હોય છે કે તે આરોપોની તપાસ કરે. જેમાં કોઈ પણ સાંસદ સામે અન્ય સાંસદ લેખિતમાં ફરિયાદ અને પૂરાવા પણ આપી શકે. આ કમિટીમાં કુલ 15 સદસ્ય હોય છે. જે સાંસદ પર આરોપ હોય તે સાંસદને પણ પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવવામાં આવે છે.