Home State Maharastra Maharashtra : વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં ગેમ રમતા દેખાયા, વિપક્ષે કર્યા આક્રમક પ્રહારMaharashtraPolitics...

Maharashtra : વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં ગેમ રમતા દેખાયા, વિપક્ષે કર્યા આક્રમક પ્રહારMaharashtraPolitics #ManikraoKokate #GamingMinister

0
424

Maharashtra : વિધાનસભામાં મંત્રી ગેમ રમતા ઝડપાયા, રોષની લહેર

મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથના ધારાસભ્યે મંત્રી માણિકરાવ કોકાટેનો એક વીડિયો સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યો છે. જેમાં મંત્રી કોકાટે વિધાનસભામાં મોબાઈલ પર ગેમ રમતાં જોવા મળ્યા છે. આ વીડિયો વાઈરલ થતાં એનસીપી- શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવારે અજીત પવારની એનસીપીની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, આ પક્ષ ભાજપની સલાહ-સૂચન વિના કોઈ કામ કરી શકે તેમ નથી. મંત્રીના આ વીડિયો પર કોંગ્રેસે પણ નિશાન સાધ્યું છે.

Maharashtra : કૃષિ મંત્રી પાસે કોઈ કામ નથી

એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે લખ્યું હતું કે, સત્તાધારી પક્ષ એનસીપી જૂથ ભાજપની સલાહ-સૂચન વિના કોઈ કામ કરતું નથી. જેના લીધે જ રાજ્યમાં કૃષિ સંબંધિત અનેક મુદ્દાઓ પેન્ડિંગ છે. રોજના આઠ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોવા છતાં કૃષિ મંત્રી પાસે કોઈ કામ નથી. તેઓ ગેમ રમવામાં મશગૂલ છે. ઉલ્લેખનીય છે, આ મામલે કોકાટેએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

કોંગ્રેસે છેતરપિંડીનો આક્ષેપ કર્યો

કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે મહાયુતિ સરકાર પર ખેડૂતો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ મૂક્યો છે. વડેટ્ટીવારે જણાવ્યું કે, રાજ્યમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને કૃષિ મંત્રી મોબાઈલ ફોન પર ગેમ રમી રહ્યા છે. આ છેતરપિંડી કરનારી અને વિશ્વાસઘાતી સરકારને ખેડૂતોને કોઈ ચિંતા નથી. હું ખેડૂતોને અપીલ કરૂ છું કે, તેમને બોધપાઠ ભણાવે.

ફડણવીસની ઠાકરે સાથે મુલાકાત પર પણ બોલ્યાં…

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે મુંબઈની એક હોટલમાં મળ્યા હતાં. તેમની આ મુલાકાત અંગે વડેટ્ટીવારે જણાવ્યું કે, બંને અલગ-અલગ કાર્યક્રમો માટે હોટલમાં ઉપસ્થિત હતાં. તેમની મુલાકાત થઈ નથી. જો મુલાકાત થઈ હોત તો તે રાજકીય મુલાકાત થઈ હોત.

Maharashtra

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે


: Maharashtra : વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં ગેમ રમતા દેખાયા, વિપક્ષે કર્યા આક્રમક પ્રહારMaharashtraPolitics #ManikraoKokate #GamingMinister


 
 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે