Mahadev App : છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સામે નોંધાઈ ફરિયાદ..

0
56
Mahadev App
Mahadev App

Mahadev App :  છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી  ભૂપેશ બઘેલની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે, ભૂપેશ બઘેલ સહીત અન્ય 21 લોકો વિરુદ્ધ  મહાદેવ સટ્ટાબાજી એપ કેસ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.

Mahadev App

Mahadev App  : લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે ભૂપેશ બઘેલ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસનો ભંગ અને બનાવટી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 11 સંબંધિત વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. ભૂપેશ બઘેલ ઉપરાંત મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિત અન્ય 16 લોકોના નામ FIRમાં સામેલ છે.

Mahadev App

Mahadev App : રાયપુરની આર્થિક અપરાધ શાખાએ છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ વિરુદ્ધ મહાદેવ એપ કેસમાં બઘેલ અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આઈપીસીની કલમ 120B, 34, 406, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સમાચાર એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપેશ બઘેલ અને અન્ય 21 લોકો વિરુદ્ધ 4 માર્ચે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા માટે ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે.

Mahadev App  : મહાદેવ બેટિંગ એપ શું છે?

Mahadev App

Mahadev App  : મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે રચાયેલ એપ છે. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ જેવી રમતોમાં પણ ગેરકાયદે સટ્ટો રમાડવામાં આવતો હતો. ગેરકાયદે સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા આ એપનું નેટવર્ક ઝડપથી ફેલાઈ ગયું અને સૌથી વધુ ખાતા છત્તીસગઢમાં ખોલવામાં આવ્યા. આ એપ દ્વારા છેતરપિંડી માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી.

Mahadev App

વાસ્તવમાં મહાદેવ સટ્ટાબાજીની એપ ઘણી શાખાઓમાંથી ચલાવવામાં આવતી હતી. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દરેક શાખાને ફ્રેન્ચાઈઝી તરીકે વેચતા હતા. વપરાશકર્તાને શરૂઆતમાં જ નફો મળે છે અને પછી નુકસાન. બંનેએ 80% નફો પોતાની પાસે રાખ્યો હતો. સટ્ટાબાજીની એપ રેકેટ એક મશીનની જેમ કામ કરે છે જેમાં એલ્ગોરિધમ નક્કી કરે છે કે જે ગ્રાહકો એપમાં તેમના પૈસા મૂકે છે તેમાંથી માત્ર 30% જ જીતે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.