મફત ફ્રીમાં પિત્ઝા #freepizza #ahmedabad #amdavadnews #pizzalover – અમદાવાદીઓમાં પિત્ઝા ખાવાનો એક અલગ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી એક પિત્ઝાની બ્રાન્ચમાં અમદાવાદીઓની મોટી લાઈન લાગી હતી. બ્રાંચમાં ફ્રી પિત્ઝા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
પ્રહલાદનગરમાં મફત ફ્રીમાં પિત્ઝા ની જાહેરાત
આ જાહેરાત બાદ સવારથી જ લોકો દૂર-દૂરથી ફ્રી પિત્ઝા ખાવા માટે લાઈન લગાવીને ઉભા રહી ગયા હતા. જો કે, બ્રાન્ચના માલિકને પણ અપેક્ષા નહોતી કે, આટલા મોટા પ્રમાણમાં લોકો આવી જશે, જેના કારણે અવ્યવસ્થા પણ સર્જાઈ હતી. એવું નથી માત્ર યુવાનો જ પરંતુ વડીલો, બાળકો અને કેટલાક લોકો તો પોતાના પરિવાર સાથે ફ્રીમાં પિત્ઝા ખાવા માટે આવી પહોંચ્યા હતા.
મફત ફ્રીમાં પિત્ઝા માટે નાના બાળકો સાથે લોકો લાંબી લાઈનમાં લાગ્યાં
આધાર કાર્ડ અને રેશનકાર્ડ માટેની જે પ્રમાણેની લાઈનો સરકારી કચેરીમાં લગતી હોય છે, તેવી લાઇન આજે પિત્ઝા ખાવા માટે અમદાવાદીઓની જોવા મળી હતી.2 વાગ્યા સુધી જ ફ્રીમાં પિત્ઝા આપવાની જાહેરાત કરી હોવાથી 2 વાગ્યા બાદ ફ્રીમાં પિત્ઝા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.



લોકોની ભીડ વધતાં અવ્યવસ્થા સર્જાઈ
જે બાદ પણ મોટી સંખ્યામાં લોકોને ફ્રીમાં પિત્ઝા ખાવાના બાકી હોવાથી નિરાશ થઈને ઘરે પરત જવું પડ્યું હતું.
કેટલાક લોકો નિરાશા સાથે પરત ફર્યા

હિન્દીમાં સમાચાર જોવા માટે વી.આર.ન્યુઝ લાઇવ પર અહિયાં ક્લિક કરીને વિઝીટ કરો
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે