LRD Recruitment:LRD ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર: 11,925 ઉમેદવારોની પસંદગી, 3 ડિસેમ્બર સુધી સેલ્ફ ડિક્લેરેશન ફરજિયાત

0
193
LRD Recruitment
LRD Recruitment

LRD Recruitment:ગુજરાત લોકરક્ષક દળ (LRD) ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. લોકરક્ષક ભરતી બોર્ડે લાંબા ઇંતજાર બાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દીધું છે. તેમાં કુલ 11,925 ઉમેદવારોનો સમાવેશ થયો છે. પસંદ થયેલા ઉમેદવારો પોતાનું નામ અને સ્ટેટસ OJAS પોર્ટલ પર તપાસી શકે છે.

LRD Recruitment

LRD Recruitment:3 ડિસેમ્બર સુધી સેલ્ફ ડિક્લેરેશન સબમિટ કરવું ફરજિયાત

મેરીટ લિસ્ટ જોવા આહી ક્લિક કરો

મેરિટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોએ હવે
3 ડિસેમ્બર, 2025 સુધીમાં ઓનલાઈન Self Declaration Form સબમિટ કરવું પડશે.

પ્રક્રિયા:

  • OJAS વેબસાઈટ પર જઈ ફોર્મ ભરવું
  • PDF ફાઈલ અપલોડ કરવી
  • રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ OTP વડે વેરિફિકેશન કરવું

બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે OTP વિના અરજી અધૂરી માનવામાં આવશે.

LRD Recruitment:13,591 જગ્યાઓ માટે નવી મેગા પોલીસ ભરતીની જાહેરાત

LRD Recruitment

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે રાજ્યમાં પોલીસ વિભાગના સંવર્ગ–3 હેઠળ કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતી જાહેર કરી છે.
અરજીઓ 3 ડિસેમ્બર, 2025 બપોરે 2 વાગ્યે શરૂ થશે.

PSI કેડર – 858 જગ્યાઓ

  • બિન હથિયારી PSI: 659
  • હથિયારી PSI: 129
  • જેલર ગ્રૂપ-2: 70

કોન્સ્ટેબલ કેડર – 12,733 જગ્યાઓ

  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6,942
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2,458
  • SRPF કોન્સ્ટેબલ: 3,002
  • જેલ સિપાહી (પુરુષ): 300
  • જેલ સિપાહી (મહિલા/મેટ્રન): 31

અરજી કરવાની રીત

  • વેબસાઈટ: OJAS (ojas.gujarat.gov.in)
  • શરૂઆત: 3/12/2025, બપોરે 2:00 વાગ્યે
  • છેલ્લી તારીખ: 23/12/2025, રાતે 11:59 સુધી

LRD Recruitment:જૂની ભરતીની ફાઈલો લંબાતા ઉમેદવારોમાં અસંતોષ

ગત ભરતીમાં PSI અને કોન્સ્ટેબલ બંને કેડરની મેરિટ અને ટ્રેનિંગની પ્રક્રિયા બાકી છે. નવી ભરતી જાહેર થતાં ઉમેદવારોમાં મૂંઝવણ અને અસંતોષ વધ્યો છે.
ભરતી પ્રક્રિયા ધીમી ગતિએ આગળ વધતા યુવાઓમાં ઉત્સાહ ઓછો થતો જોવા મળી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Sanchar Saathi app :સાયબર ક્રાઇમથી બચવા ‘સંચાર સાથી’ હવે ફરજિયાત દરેક નવા સ્માર્ટફોનમાં એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવાનો સરકારનો આદેશ