LOVE JEHAD : અમદાવાદમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં મુસ્લિમ પરીણીત યુવકે પોતે હિન્દુ નામ ધારણ કરી યુવાન હિન્દુ વિધવાને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની સાથે નિકાહ કરી લીધા હતા. જોકે હિન્દુ યુવતીને બાદમાં તેનો પતિ મુસ્લિમ હોવાનું અને ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં તેણે આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો હતો. જોકે એ વખતે ચાલાક મુસ્લિમ યુવકે તેને બચાવી લઈ બાદમાં તેની સાથે નિકાહ કર્યા અને પછી યુવતીને ગર્ભવતી બનાવી. ગર્ભવતી યુવતી સર્વાઈકલ કેન્સરની દર્દી હોવાની જાણ થતાં જ યુવકે તેને તરછોડી દીધી હતી. જે અંગે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

LOVE JEHAD : એકલી રહેતી મહિલાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેનું ધર્મ પરિવર્તન કરાવવા અને તેનો ગેરફાયદો લેવા માટે વિધર્મી યુવકો ટાંપીને બેઠા હોય છે. અમદાવાદમાં આવો વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પરિણીત મુસ્લિમ યુવકે યુવાન હિન્દુ વિધવાને પોતાની પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવ્યુ અને બાદમાં સગર્ભાવસ્થા દરમિયાન યુવતીને કેન્સરનું નિદાન થતાં તેને તરછોડી પણ દીધી. આ અંગે અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વિગતો આપતા બજરંગ દળના ઉત્તર ગુજરાતના કન્વીનર જ્વલિત મહેતાએ જણાવ્યુ કે હિન્દુ યુવતીઓને ફસાવવા માટે વિધર્મી યુવકો હંમેશા ટાંપીને બેઠા હોય છે. આ કિસ્સામાં પણ હિન્દુ યુવતી વિધવા હતી અને તેને માનસિક સહારાની જરુર હતી જેનો ગેરલાભ વિધર્મી યુવકે લીધો હતો.

LOVE JEHAD : સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો અમદાવાદની સુપ્રિયા (નામ બદલેલ છે) મધ્યમવર્ગીય પરિવારની વિધવા છે જે પતિના અવસાન બાદ જીવનનિર્વાહ ચલાવવા માટે નોકરી શોધી રહી હતી. દરમિયાન તેને હોમગાર્ડમાં નોકરી મળી અને નોકરી કરવા તે દરરોજ મેઘાણીનગરથી બસમાં બેસીને લાલ દરવાજા ખાતે જતી હતી. દરરોજ એક જ રુટ પરથી આવવા જવાનું થતુ અને એ દરમિયાન સુપ્રિયાની ઓળખ બસના કન્ડક્ટર સમીર સાથે થઈ. સમીરે હિન્દુ નામ આપીને તેની અસલી ઓળખ છુપાવી અને જરુરિયાતમાંદ અને એકલી એવી સુપ્રિયાને કંઈપણ કામ હોય તો મદદરુપ થવાનું શરુ કર્યુ.
ધીમે ધીમે બંને વચ્ચે પરિચય કેળવાતો ગયો અને મોબાઈલ નંબરની આપ-લે થઈ. બાદમાં વોટ્સએપ મેસેજથી ચેટીંગનો સિલસિલો શરુ થયો અને સુપ્રિયાને ધીમે ધીમે લાગવા માંડ્યુ કે તેના જીવનમાં ફરીથી કોઈ એક નવી વ્યક્તિનો પ્રવેશ થયો છે જે તેને સંપૂર્ણપણે સુખી કરશે.

LOVE JEHAD : સુપ્રિયાનો વિશ્વાસ જીત્યા બાદ એક દિવસ સમીર તેને ગાંધીનગર તરફ લઈ ગયો અને ત્યાં તેની સાથે શારિરીક સંબંધ પણ બાંધ્યો. આ રીતે સમીરે સુપ્રિયાને પોતાની મોહજાળમાં ફસાવી અને તેની સાથે લગ્ન કરવાની પણ ખાતરી આપી. લગ્નની તૈયારીઓ વચ્ચે સુપ્રિયાને ખબર પડી કે તેના જીવનમાં સમીર બનીને આવનાર વ્યક્તિનું મૂળ નામ સલમાન છે અને તે તેની સાથે હિન્દુ યુવક બનીને રમત રમી રહ્યો છે.
આ સત્ય સામે આવતા ભાંગી પડેલી સુપ્રિયાએ સમીર સાથે ઝઘડો કર્યો અને બાદમાં તે રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરવા પહોંચી ગઈ. આત્મહત્યા કરતા પહેલા સુપ્રિયાએ એક વિડીયો પણ બનાવ્યો. જોકે સુપ્રિયા આત્મહત્યા કરે તે પહેલા સમીરના કોઈ પરિચિતે તેને જાણ કરી દેતા સમીર ત્યાં પહોંચી ગયો અને સુપ્રિયાને બચાવી લઈ જુહાપુરા ખાતે લઈ ગયો. સમીરે બાદમાં સુપ્રિયાનું બ્રેઈનવોશ કરી તેને ધર્મ પરિવર્તન કરાવ્યુ અને તેની સાથે નિકાહ પણ કર્યા. સુપ્રિયાનું નામ હવે સલમા થઈ ગયુ અને તે સલમાનની પત્ની તરીકે તેની સાથે રહેવા લાગી.

LOVE JEHAD : સલમાન જોકે સલમાના ઘરમાં રહેવા માટે ગયો અને નિકાહ કર્યા બાદ તે સલમાના ભાડાના મકાનમાં દરરોજ સવારે આવતો અને સાંજે જતો રહેતો. સલમાન એકપણ વખત સલમાના ઘરમાં રાત્રે રોકાયો નહી અને તોપણ સલમા તેના પતિની અસલીયત સમજી શકી નહી. અંતે એક દિવસ સત્ય હકીકત સલમા સામે આવી અને તેને ખબર પડી કે સલમાન પરીણીત છે અને ત્રણ સંતાનોનો પિતા પણ છે. એ જ અરસામાં સલમા ને પોતે ગર્ભવતી હોવાની પણ ખબર પડી. જોકે કિસ્મત સલમાની હજુ પણ વધારે કસોટી કરવાની હતી.
ગર્ભવતી સલમાને ખબર પડી કે તે ગર્ભવતી હોવાની સાથે સાથે સર્વાઈકલ કેન્સરની દર્દી પણ બની ગઈ છે. આ તમામ ઘટનાઓ બાદ ભાંગી પડેલી સલમા આગળ શુ કરવુ તે સમજી શકતી નહતી. સલમાને તો તેને કેન્સરની દર્દી બન્યા બાદ રીતસર તરછોડી દીધી હતી. આવા સંજોગોમાં સલમા તેની તબીબી ફાઈલ અને બદકિસ્મત સાથે લઈને મહિલા પોલીસ સ્ટેશન પહોંચી જ્યાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
LOVE JEHAD : બજરંગ દળ સલમાની વ્હારે આવ્યુ

LOVE JEHAD : બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંતના કન્વીનર જ્વલીત મહેતાએ વીઆરલાઈવને જણાવ્યુ કે આ પ્રકારે વિધર્મી યુવકો અનેક જરુરિયાતમંદ હિન્દુ યુવતીઓને ફસાવી તેને ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લે છે અને બાદમાં યુવતીઓ પાછળથી પસ્તાય છે. આ પ્રકારે (LOVE JEHAD) લવ જેહાદનો ભોગ બનેલી યુવતીઓ અમારી પાસે આવશે તો અમે ચોક્કસપણે તેમને મદદ કરીશુ.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો