GOVINDA : રાજા બાબુ ગોવિંદા જોડાયા શિવસેનામાં. મળી શકે છે લોકસભાની ટીકીટ   

0
85
GOVINDA
GOVINDA

GOVINDA : બોલીવુડ અભિનેતા ગોવિંદાએ ફરીથી રાજનીતિમાં એન્ટ્રી મારી છે , ગોવિંદા ગુરુવારે શિવસેનામાં જોડાયા હતા. તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. આ પછી એવી અટકળો ચાલી રહી છે કે શિંદેની પાર્ટી તેમને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ટિકિટ આપી શકે છે. જો આમ થશે તો ગોવિંદા  શિવસેના (UBT)ના ઉમેદવાર અમોલ કીર્તિકર સામે ચૂંટણી લડશે.

GOVINDA

GOVINDA : કોંગ્રેસની ટીકીટ પરથી પણ લડી ચુક્યા છે ચૂંટણી

ગતરોજ બુધવારે ગોવિંદા શિંદે કેમ્પના નેતા અને શિવસેનાના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડેને મળ્યા હતા, જેનો ફોટો પણ સામે આવ્યો હતો. ગોવિંદા અગાઉ 2004માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તર લોકસભા ચૂંટણી લડી ચુક્યા છે જ્યાં તેમણે ભાજપના રામ નાઈકને 48,271 મતોથી હરાવ્યા હતા.

GOVINDA : ગુરુવારે સીએમ એકનાથ શિંદેએ ગોવિંદાને પાર્ટીની સદસ્યતા આપી હતી, જેની તસવીરો પણ સામે આવી છે. પાર્ટીમાં જોડાયા બાદ ગોવિંદાએ કહ્યું, ‘મેં વિચાર્યું હતું કે હું ફરી રાજકારણમાં નહીં આવું  પરંતુ હવે હું શિવસેનામાં જોડાઈ રહ્યો છું અને મારા માટે તે ભગવાનનો આશીર્વાદ છે.’  ગોવિંદાએ  આ દરમિયાન અભિનેતાએ સીએમ એકનાથ શિંદેના પણ વખાણ કર્યા હતા.

GOVINDA : તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં NDAની સીટો વચ્ચે સીટોની અંતિમ વહેંચણી હજુ થઈ નથી. જો કે ભાજપ અને અજિત પવારે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સીએમ એકનાથ શિંદેની પાર્ટીએ હજુ સુધી કોઈને ટિકિટ આપી નથી. સૂત્રોનું માનીએ તો ગોવિંદાને ટિકિટ મળવાનું નિશ્ચિત છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો