LOVE FROM PAKISTAN :  પાકિસ્તાની યુવતી સાથે ભારતીય યુટ્યુબરને થયો પ્રેમ, ભારત સરકારને કરી આ અપીલ  

0
45
LOVE FROM PAKISTAN
LOVE FROM PAKISTAN

LOVE FROM PAKISTAN : તમે સીમાહૈદર અને સચિનની પ્રેમ કહાનીથી પરિચિત તો હસો જ,, પ્રેમિકા પાકિસ્તાનની અને પ્રેમી ભારતનો,,, સમાચાર જગતમાં બહુ જ ચર્ચિત રહી એ પ્રેમ કહાની,, ત્યારે હવે વધુ એક બે દેશો વચ્ચેની પ્રેમ કહાની સામે આવી છે, ઉત્તરપ્રદેશના રહેવાશી યુવકને પાકિસ્તાનમાં રહેતી યુવતી સાથે પ્રેમ થઇ ગયો છે, અને એ પણ  ઇન્સ્ટાગ્રામ પર,,અને હવે ભારત સરકાર પાસે મદદ પણ માંગી છે.    

LOVE FROM PAKISTAN

LOVE FROM PAKISTAN :  પ્રેમમાં લોકો બધી હદો પાર કરી દેતા હોય છે, પરંતુ હવે લોકો પ્રેમ માટે સરહદો પાર કરવા લાગ્યા છે. એવા ઘણા કિસ્સા આપણી સામે આવતા રહે છે. સાથે જ સોશિયલ મીડિયાવાળા પ્રેમ બાબતે પણ આપણે સાંભળતા કે વાંચતા રહીએ છીએ. એવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં એક ભારતીય યુવકને પાકિસ્તાની યુવતી સાથે પ્રેમ થઈ ગયો, એ પણ ઇન્સ્ટાગ્રામ પર. હવે એ યુવકે ભારત સરાકરને એક ખાસ અપીલ કરી છે. ચાલો જાણીએ કે તેણે ભારત સરકારને શું અપીલ કરી છે.

LOVE FROM PAKISTAN : કાનપુરના યુટ્યુબરને પાકિસ્તાની સાથે થયો પ્રેમ  

LOVE FROM PAKISTAN

LOVE FROM PAKISTAN : કાનપુરના રહેવાસી યુટ્યુબર અને ઈન્ટરનેટ મીડિયા પર્સનાલિટી ખાલીદ અહમદને પાકિસ્તાનના મુલ્તાનની રહેવાસી આયશા સાથે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થઈ ગયો છે. વિઝા ન મળવા પર દુબઈ જઈને બંનેએ સગાઈ કરી લીધી. હવે તેણે પાકિસ્તાની મંગેતરને ભારતના વિઝા અપાવવા માટે વડાપ્રધાન અને ગૃહ મંત્રીને અપીલ કરી છે. ખાલીદ અહમદે કાદિયાના સામાજિક કાર્યકર્તા મકબૂલ અહમદ સાથે મળીને ભારત સરકારને મદદ અપાવવામાં સહયોગ કરવાની અપીલ કરી છે.

LOVE FROM PAKISTAN : ખાલિદે જણાવ્યું કે તે યુટ્યુબર છે. ઈન્ટરનેટ મીડિયા પર તેનો ઘણો પ્રભાવ છે. પાકિસ્તાનના મુલ્તાનના રહેવાસી મોહમ્મદ જવાદ જહીરની દીકરી આયશા તેની ફેન હતી. 4 વર્ષ અગાઉ તે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેના સંપર્કમાં આવી અને બંનેની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. આયશાના માતા-પિતા નથી. તે પોતાની દાદી, કાકા અને 2 ભાઈઓ સાથે મુલ્તાનમાં રહે છે. હવે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

LOVE FROM PAKISTAN : દુબઈ જઈ બંનેએ કરી લીધી સગાઇ

LOVE FROM PAKISTAN

LOVE FROM PAKISTAN : પાકિસ્તાનીઓ માટે ભારતના વિઝા મળવા ખૂબ મુશ્કેલ છે એટલે બંનેએ દુબઈમાં મળવાનો નિર્ણય લીધો. ગત દિવસોમાં આયશા જવાદ પોતાની માસી અને કાકા સાથે તેને મળવા દુબઈ પહોંચી. અહી બંનેએ 1 માર્ચે સગાઈ કરી લીધી હતી. ખાલીદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને E-mail મોકલી છે કે તેની મંગેતર માટે ભારતના વિઝા આપવામાં આવે જેથી તે તેની સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી શકે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો