LOKSABHA : સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી રહેલા વિપક્ષનો સતત પાંચમા દિવસે હંગામો યથાવત્ત રહ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા આજે સદનની કાર્યવાહીમાં વિધ્ન નાખવા બદલ 41 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજીબાજુ આઠ રાજ્યસભા સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ સાથે અત્યાર સુધીમાં કુલ 141 સાંસદો પર કાર્યવાહી થઈ ચૂકી છે. નોંધનીય બાબત છે કે 18 ડિસેમ્બર સુધીમાં (LOKSABHA) સંસદના કુલ 92 સાંસદો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સંસદ (LOKSABHA) ની સુરક્ષામાં ચૂક મામલે સદનના બંને ગૃહોમાં હોબાળો આજે સતત પાંચમા દિવસે પણ યથાવત્ત રહ્યો છે,જેને લઈને આજે વધુ બંને ગૃહોના 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે જે સાંસદોને સસ્પેન્ડ કરાયા તેમાં કોંગ્રેસના નેતા મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, શશિ થરુર, બીએસપી દાનિશ અલી, એનસીપીના સુપ્રીયા સુલે, સપા સાંસદ એસટી હસન, ટીએમસી સાંસદ માલા રોય, સપા નેતા ડિંપલ યાદવ, અને આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલકુમાર રિંકુ પણ સામેલ છે.
LOKSABHA: સાંસદો એ શું કહ્યું ?
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુંકે તેઓ (LOKSABHA) સદનમાં તખ્તિઓ લાવીને દેશની જનતાનું અપમાન કરી રહ્યા હતા. હાલની ચૂંટણીમાં મળેલી હાર બાદ તેઓ હતાશાના કારણે આવા પગલાં ભરી રહ્યા છે. આ જ કારણ છે કે અમે એક પ્રસ્તાવ (સાંસદોને સસ્પેન્ડ કરવાનો) લાવી રહ્યા છીએ.
વિપક્ષી સાંસદોના સસ્પેન્શન પર સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે આજે લગભગ 40થી વધુ સાંસદ સસ્પેન્ડ થયા છે. ગઈ કાલે પણ લોકસભા અને રાજ્યસભામાં મળીને 80થી વધુ સાંસદો સસ્પેન્ડ થયા હતા. લોકત્રાંતિક વ્યવસ્થા માટે આ દુર્ભાગ્યપૂર્ણ છે. જે વાતાવરણ અમે જોઈ રહ્યા છીએ, જ્યાં અમે સંસદમાં અમારી વાત રજૂ નથી કરી શકતા તે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે.
બીજી બાજુ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ સંસદની અંદર અરાજકતા સિવાય બીજુ કશું નથી. તેમને આપણા દેશની સંસદીય પ્રણાલી પર રત્તીભર ભરોસો નથી. આથી સંસદમાં અરાજકતા, અરાજકતા અને અરાજકતા સિવાય બીજુ કશું કર્યું નથી.
કયા નિયમ હેઠળ સ્પીકર સાંસદો સામે કાર્યવાહી કરી શકે છે?
જે સંસદની કાર્યવાહી તમે ટીવી પર જુઓ છો, તેના નિયમો માટે આખુ પુસ્તક છે. ગૃહને આપુસ્તકના નિયમો દ્વારા ચલાવવામાં આવે છે. આ પુસ્તકના નિયમ 373 હેઠળ, જો લોકસભાના અધ્યક્ષને લાગે છે કે કોઈ સાંસદ સતત ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી રહ્યા છે, તો તે તેને તે દિવસ માટે ગૃહમાંથી હાંકી શકે છે અથવા તો બાકીના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ પણ કરી શકે છે.
વધુ હઠીલા સભ્યો સાથે વ્યવહાર કરવા માટે, સ્પીકર નિયમ 374 અને 374A હેઠળ કાર્યવાહી કરી શકે છે. કોંગ્રેસના સાંસદો સામે નિયમ 374 હેઠળ જ કાર્યવાહી કરવામાં આવી છે.
લોકસભા સ્પીકર એવા સાંસદોના નામની જાહેરાત કરી શકે છે જેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય અને જાણીજોઈને ગૃહની કાર્યવાહી ખોરવી હોય.
જ્યારે સ્પીકર આવા સાંસદોના નામની જાહેરાત કરે છે, ત્યારે તેઓ ગૃહના ટેબલ પર પ્રસ્તાવ મૂકે છે. પ્રસ્તાવમાં એવા સાંસદનું નામ લેવામાં આવે છે જેણે હંગામો મચાવ્યો હતો અને તેમને સસ્પેન્ડ કરવાની વાત કહેવામાં આવે છે.
આમાં સસ્પેન્શનનો સમયગાળો દર્શાવવામાં આવે છે. આ સમયગાળો સત્રના અંત સુધીનો હોઈ શકે છે. જો ગૃહ ઈચ્છે તો તે કોઈપણ સમયે આ પ્રસ્તાવને રદ કરવાની વિનંતી પણ કરી શકે છે.
તમે આ પણ વાંચી શકો છો
GUJARAT BJP : હજુ પણ 4 ધારાસભ્યો તૂટી શકે છે !!