GUJARAT BJP  : હજુ પણ 4 ધારાસભ્યો તૂટી શકે છે !!

0
93
GUJARAT BJP
GUJARAT BJP

GUJARAT BJP  :  લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે. ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડીને રાજીનામું આપ્યુ હતું. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામુ આપ્યું છે, ચિરાગ પટેલ રાજીનામું આપતા કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 16 થઈ ગયું છે. ચિરાગ પટેલ 2022ની વિધાસભાની ચૂંટણીમાં ખંભાતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મયુર રાવલને 3711 મતથી હરાવીને પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા.

CHIRAG patel

   GUJARAT BJP  : લોકસભા ચૂંટણી 2024 અગાઉ ગુજરાતમાં ભાજપ (GUJARAT BJP) નું ‘ઓપરેશન લોટસ’ શરૂ થયું એવું લાગી રહ્યું છે. આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ ખંભાતથી કોગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ચિરાગના રાજીનામા બાદ ચિરાગ પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો શરૂ થઇ ગઇ છે. ભૂપત ભાયાણીએ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું જ્યારે ચિરાગ પટેલે ખંભાત બેઠક પરથી ફક્ત એક જ વર્ષમાં કોગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ચિરાગ પટેલે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા. ચિરાગ પટેલ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર ગણાય છે.

BHUPAT BHAYANI 1

લોકસભા ચૂંટણી અગાઉ કેટલા ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણી 2024 પૂર્વે જ ભૂપત ભાયાણીએ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું જ્યારે આજે ચિરાગ પટેલે ખંભાત બેઠક પરથી ફક્ત એક જ વર્ષમાં કોગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ભાજપે (GUJARAT BJP) રાજ્યની 182 બેઠકોમાંથી 156 બેઠકો પર જીત મેળવી હતી. ફક્ત એક જ વર્ષમાં કોગ્રેસ અને આપના એક-એક ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. એક જ સપ્તાહમાં બે ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભામાં સંખ્યાબળ ઘટીને 180 થઇ ગયું હતું. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી 16 થઇ ગયું છે. કોગ્રેસે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 17 બેઠકો પર જીત મેળવી હતી.


હજુ પણ કેટલા ધારાસભ્યો આપી શકે છે રાજીનામા

કોગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ એવી અટકળો શરૂ થઇ ગઇ છે કે આ મહિનાના અંત સુધીમાં વધુ કેટલાક ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. સૂત્રોએ વધુમાં કહ્યું કે હજુ પણ વિપક્ષના ચાર ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. આપ અને કોગ્રેસના ચારથી વધુ ધારાસભ્યો ભાજપના (GUJRAT BJP) રડાર પર છે.

GUJRAT BHAJAP

લોકસભા ચૂંટણી અગાઉ મજબૂત થવાની GUJARAT BJPની કવાયત

લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં હલચલ વધી ગઇ છે. ભાજપે (GUJRAT BJP)  લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્ધારા ગત લોકસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ તમામ બેઠકો જીતવા માટે જોડ-તોડની નીતિ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. ભારતે 2019 લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપ કેન્દ્રમાં પણ સતત ત્રીજી વખત સરકાર બનાવવા માંગે છે જેના માટે ભાજપ માટે ગુજરાત રાજ્યની તમામ બેઠકો જીતવી જરૂરી છે.

તમે આ પણ વાંચી શકો છો

Narendra Modi : સૌથી વધુ લોકપ્રિય નેતા, નરેન્દ્ર મોદીના દોસ્તનું નામ સૌથી નીચે !


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.