Loksabha Election 2024 : ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવ્યા  

0
62
Loksabha Election 2024
Loksabha Election 2024

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે.ચૂંટણી પંચનું કહેવું છે કે આ કાર્યવાહી ચૂંટણીમાં સમાન અવસર સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહીથી કડક સંદેશ જાય છે કે લોકસભા ચૂંટણી 2024નું આયોજન સમાન સ્તર પર કરવામાં આવશે.

1 150

Loksabha Election 2024 :  પશ્ચિમ બંગાળના ડીજીપી સામે ત્રીજી વખત કાર્યવાહી

Loksabha Election 2024 : ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને 2016માં રાજ્યની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ડ્યુટી પરથી હટાવી દીધા હતા. ત્યારે ચૂંટણી પંચે 2024ની ચૂંટણીને ધ્યાને રાખી ફરી બંગાળના ડીજીપીને હટાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની સાથે એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવાયા છે. આ ઉપરાંત મિઝોરમ અને હિમાચલ પ્રદેશના GAD સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે.

3 33

Loksabha Election 2024 :  ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.નિર્વિવાદીત છબિ ધરાવતાં પંકજ જોષી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોષીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. વર્ષ 1989 બેચના આઈએએસ પંકજ જોષી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકેનો કાયમી હવાલો સંભાળે છે પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.

Loksabha Election 2024 : પંકજ જોશીને કેમ હટાવાયા?

pankaj joshi

7 રાજ્યોમાં જે અધિકારીઓને હટાવવામાં આવ્યા છે, તેમની પાસે સંબંધિત રાજ્યોમાં મુખ્યમંત્રીના કાર્યાલયમાં બેવડા ચાર્જ હતા, જે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જરૂરી નિષ્પક્ષતા, ખાસ કરીને કાનૂન વ્યવસ્થા સુરક્ષાબળની તહેનાતીને લઇને પણ સમાધાન કરી શકતા હતા. મહારાષ્ટ્રે કેટલાક મ્યુનિસિપલ કમિશનરો અને કેટલાક વધારાના/ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોના સંદર્ભમાં ચૂંટણી પંચની સૂચનાઓનું પાલન કર્યું ન હતું. જે 16 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સમયે જણાવવામાં આવ્યું હતું.

Loksabha Election 2024 : ચૂંટણી પંચે શનિવારે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે.

રાજ્યમાં 12 એપ્રિલે નોટિફિકેશન જાહેર થશે, ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ નિર્ધારીત કરાઈ છે. રાજ્યની ચૂંટણીઓના પરિણામો ચોથી જૂને જાહેર થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ (Total Voters Registered) થયા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.