IPL 2024 tickets booking : IPL ની ટીકીટનું વેચાણ શરુ, આવી રીતે કરી શકો છો ટીકીટ બુક

0
587
IPL 2024 tickets booking
IPL 2024 tickets booking

IPL 2024 tickets booking : વિશ્વની સૌથી મોટી ક્રિકેટ પ્રીમિયર લીગ IPLની 17મી સીઝન માટે ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. જો તમે  સ્ટેડિયમમાં જઈને તમારી ટીમને ઉત્સાહ આપવા માંગતા હોય, તો તેઓ નીચે આપેલા સ્ટેપને ફોલો કરીને સરળતાથી પોતાની ટિકિટ બુક કરી શકે છે.

IPL 2024 tickets booking

IPL 2024 tickets booking : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 22મી માર્ચ 2024થી શરૂ થવાની છે. આ મેગા ટુર્નામેન્ટ માટે ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે, ચાહકો પણ સ્ટાર ખેલાડીઓને જોવા અને તેમની ટીમને મેદાન પર ઉત્સાહિત કરવા માટે ઉત્સુક છે. સ્ટેડિયમમાં IPL મેચનો આનંદ માણવા માટે ચાહકો માટે ટિકિટ હોવી ફરજિયાત છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે IPL 2024ની ટિકિટ કેવી રીતે ખરીદવી અને તેની પ્રક્રિયા શું છે.

IPL 2024 tickets booking

IPL 2024 tickets booking : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નો સંપૂર્ણ કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. માત્ર 21 મેચોનો કાર્યક્રમ જાહેર કરાયો છે. બાકીની મેચોની જાહેરાત બાદમાં કરવામાં આવશે. આ મેચો દેશભરમાં અલગ-અલગ મેદાનો પર આયોજિત થવા જઈ રહી છે. આ માટેની ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે.

IPL 2024 tickets booking : ONLINE એપ પર કરી શકો છો બુક

IPL 2024 tickets booking

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ટિકિટ પેટીએમ ઈન્સાઈડર અથવા બુક માય શો દ્વારા ઓનલાઈન ખરીદી શકાય છે. આમાં ચાહકોએ પ્લેટફોર્મ ફી પણ ચૂકવવી પડશે. જો ચાહકો ઇચ્છે છે તો તેઓ તેમની સંબંધિત ટીમોની સત્તાવાર સાઇટની મુલાકાત લઈને પણ ટિકિટ ખરીદી શકે છે. હાલમાં પેટીએમ ઇનસાઇડર પર કેટલીક ટીમોની ટિકિટ ઉપલબ્ધ થઈ ગઈ છે. અન્ય ટીમો પણ તેને ધીરે ધીરે બહાર પાડી રહી છે. હાલમાં દિલ્હી, ચેન્નઈ, ગુજરાત, પંજાબ અને હૈદરાબાદમાં રમાનારી તમામ મેચોની ટિકિટો વેચાણ માટે ઉપલબ્ધ છે.

IPL 2024 tickets booking

IPL 2024 tickets booking : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની મેચોની ટિકિટની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે અને તેની કિંમત 20 હજાર રૂપિયાથી વધુ સુધી જઈ શકે છે. દરેક મેચની કિંમત અલગ-અલગ હોય છે. એક જ મેદાન પર અલગ-અલગ સીટોની કિંમત પણ અલગ-અલગ હોય છે.  ચાહકો બુકિંગ સાઇટની મુલાકાત લઈને તેને ચકાસી શકે છે.

IPL 2024 tickets booking : મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતપોતાની ટીમોની સત્તાવાર સાઈટ પર પોતપોતાની ઘરઆંગણાની મેચોની ટિકિટો બહાર પાડી છે. RCBની તમામ ટિકિટો થોડી જ મિનિટોમાં વેચાઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સનું વેચાણ હજુ ચાલુ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો