મધ્યાહન ભોજનમાં ગરોળી પણ રંધાઇ-જવાબદાર કોણ

0
91
મધ્યાહન ભોજનમાં ગરોળી
મધ્યાહન ભોજનમાં ગરોળી

મધ્યાહન ભોજનમાં મૃત ગરોળી નિકળી

વાલીઓમાં રોષ ફેલાતા તપાસના આદેશ અપાયા

શાળામાં જ વિદ્યાર્થિઓને પોષણક્ષમ ભોજન મળી રહે તે માટે ગુજરાત સરકાર મધ્યાહન ભોજનની યોજના શરુ કરી છે, આ યોજના અંતર્ગત પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા સામે અનેક વખત સવાલો ઉભા થાય છે, ત્યારે નવસારીમાં આવેલી એક સરકારી શાળામાં મધ્યાહન ભોજનમાં દાળભાતમાંથી મૃત ગરોળી  નિકળી છે,, આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાલીઓમાં રોષની લાગણી ફેલાઇ છે, આ શાળામાં ખાનગી એનજીઓ ભોજન બનાવવા અને પીરસવાનો કામ કરે છે,, ભોજનની વિતરણ કરાયુ હતુ, હાલ તપાસના આદેશ અપાયા છે,

મધ્યાહન ભોજનમાં ગરોળી
મધ્યાહન ભોજન

આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતના મોટાભાગના બાળકોની બે મુખ્ય સમસ્યાઓ એટલે કે ભૂખમરો અને શિક્ષણ નીચે મુજબ હલ કરવાનો છે:-

(i) સર્વ શિક્ષા અભિયાન હેઠળ સહાયિત સરકારી સ્થાનિક સંસ્થા અને સરકારી સહાયિત શાળાઓ અને EGS અને AIE કેન્દ્રો અને મદરેસાઓ અને મક્તબોમાં ધોરણ I થી VIII ના બાળકોની પોષણની સ્થિતિ સુધારવા માટે

(ii) વંચિત વર્ગના ગરીબ બાળકોને નિયમિતપણે શાળામાં આવવા અને વર્ગખંડની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવી, અને

(iii) ઉનાળાના વેકેશન દરમિયાન દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પ્રાથમિક તબક્કે બાળકોને પોષણ સહાય પૂરી પાડવી.

હવે જોવાનું રહ્યું કે આ ત્રણ મુદ્દા સાકાર થશે? શું આ યોજના નો હેતુના લક્ષને પાર પાડવામાં આવશે?

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

ભાજપના યુવા નેતા જેલ હવાલે, સત્તાના નશામાં ચુર