શંકાસ્પદ હાલતમાં દીપડાનો મૃતદેહ મળી આવ્યો, પુછડી અને પંજા જોડે છેડછાડ થયા હોવાની આશંકા

0
253

વાઘોડિયાના દેવકાંઠાંના વ્યારા ગામે દિપડાનો શિકાર થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં શિકારીઓ દ્વારા દીપડાની પૂછડી સહિત પંજા સાથે છેડછાડ કરાયું હોવાનું જાણવા મળેલ છે. જે અંગે ગામના લોકોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનો દ્વારા ઘટના સ્થળે પહોંચીને જોતા દિપડાનો શિકાર કરી તેની સાથે છેડછાડ કરાઈ હોવાનું માલુમ પડતા ગામના લોકોએ આ ઘટના અંગે વાઘોડિયા વનવિભાગને જાણ કરી હતી.તમને જણાવી દઇએ કે પહેલી વખત વાઘોડિયા પંથકમાં દીપડાનો મૃતદેહ મળ્યો હોય તેમ નથી. અગાઉ પણ વાઘોડિયા પંથકમાં 6 માસ અગાઉ દીપડાનો મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો છતાં વનવિભાગે મૌન ધારણ કરતા અનેક સવાલો પણ ઉઠતા જોવા મળી રહ્યા છે.