મંગોલિયાના પ્રતિનિધિમંડળે ભારતની કરી પ્રસંશા

0
167

ભારતીય બૌદ્ધ વિદ્વાનો સાથે કરી મુલાકાત

ભારતની ધરતી પર અનેક પવિત્ર સ્થળો હોવાથી, મંગોલિયાના એક પ્રતિનિધિમંડળે દેશના બૌદ્ધ તીર્થ સ્થળોની મુલાકાત લીધી હતી. વિશ્વમાં યુદ્ધની વધતી જતી પરિસ્થિતિઓ વચ્ચે શાંતિ માટે ભારતના પગલાંને બિરદાવીને પ્રતિનિધિમંડળે શાંતિને પ્રોત્સાહન આપવાના દેશના પ્રયાસોની પ્રશંસા કરી હતી. કલાકારો, પત્રકારો, ઉદ્યોગપતિઓ, ઈતિહાસકાર અને અન્યો ધરાવતા 40 સભ્યોના પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે છે. પ્રતિનિધિમંડળે દિલ્હીમાં ભારતીય બૌદ્ધ વિદ્વાનો અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળ દિલ્હીમાં આગામી વૈશ્વિક બૌદ્ધ સંમેલનમાં પણ ભાગ લેશે. IBC ડેપ્યુટી જનરલ સેક્રેટરી જંગચુપ ચોએડોને ભારત અને મંગોલિયા વચ્ચે વહેંચાયેલા ‘મજબૂત સંબંધો’ની વધુ પ્રશંસા કરી