LAXMINARAYAN YOG : બુધ-શુક્રની યુતિથી 7 રાશિવાળાનાં રાતોરાત બદલાઈ જશે કિસ્મત

0
128
LAXMINARAYAN YOG
LAXMINARAYAN YOG

LAXMINARAYAN YOG : ફેબ્રુઆરીમાં 8 દિવસ લક્ષ્મી-નારાયણ યોગનો સંયોગ, લક્ષ્મીકૃપાથી થશે આર્થિક ઉન્નતિ

1 ફેબ્રુઆરીએ જ્યોતિષીય કેલેન્ડર પ્રમાણે બુધ ગ્રહે બપોરે 02:29 વાગ્યે મકર રાશિમાં ભ્રમણ શરૂ કર્યું છે અને 20 ફેબ્રુઆરીના રોજ સવારે 06:07 વાગ્યા સુધી આ રાશિમાં રહેશે. જ્યારે શુક્ર ગ્રહ 12 ફેબ્રુઆરીએ સવારે 05:00 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે અને 7 માર્ચે સવારે 10.55 વાગ્યા સુધી રહેશે. મકર રાશિમાં બુધ અને શુક્રની આ યુતિ 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેના આધારે 12 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી લક્ષ્મીનારાયણ યોગ (LAXMINARAYAN yog) રહેશે.

જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને શુક્ર બંનેને શુભ ગ્રહ માનવામાં આવે છે. કોઈપણ રાશિમાં આ બંને ગ્રહોનું એકસાથે મળવું અને સંયોગ થવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.  બુધ અને શુક્ર બંને એવા ગ્રહો છે જે કલા, સુંદરતા, વ્યવસાય અને વૈવાહિક સંબંધોને પ્રભાવિત કરે છે. આ શુભ પ્રભાવને કારણે ફેબ્રુઆરીમાં 7 રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં આર્થિક લાભ થશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જ્યારે આ બંને ગ્રહો એક રાશિમાં હોય છે, ત્યારે લક્ષ્મી-નારાયણ યોગ રચાય છે. જે લક્ષ્મીકૃપા માટે ખૂબ જ શુભ અને અસરકારક માનવામાં આવે છે. આ યોગને લીધે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કેટલીક રાશિના જાતકો પર સીધી કૃપા થશે. આ જાતકોને કરિયરમાં ઉન્નતિ, આર્થિક લાભ અને ઘર પરિવારમાં પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થશે. ત્યારે જાણો કઈ છે એ સાત રાશિ અને તમારી રાશિમાં આ યોગથી (Laxminarayan yog)શું ફાયદો થશે….

LAXMINARAYAN YOG

મેષ રાશિઃ-

મેષ રાશિના જાતકોને લક્ષ્મી નારાયણ યોગના શુભ પ્રભાવથી અપાર સંપત્તિ પ્રાપ્ત થશે. આવકમાં વધારો થવાની સંભાવના છે અને દેવી લક્ષ્મીની કૃપા રહેશે. આ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત પણ મળશે અને રોકાણમાં નફો પણ મળશે. આ જાતકોને કરિયર સંબંધિત કેટલીક શુભ માહિતી મળી શકે છે. આ રાશિના લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

મિથુન રાશિઃ-

શુક્ર અને બુધના સંયોગથી બનનારા લક્ષ્મી નારાયણ યોગ મિથુન રાશિના લોકોને ધન્ય બનાવશે. આ દરમિયાન તેમના ક્યાંક અટવાયેલા પૈસા પાછા મળશે અને જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરી કરતા મિથુન રાશિના લોકો માટે આ યોગ કારકિર્દીમાં નવી ઊંચાઈ પ્રદાન કરનાર માનવામાં આવે છે. જાતકોના બોસ તેમના કામથી ખૂબ ખુશ થશે અને દરેક કામમાં પ્રોત્સાહન અને સહયોગ આપશે. મિથુન રાશિના જાતકોનો પગાર પણ વધી શકે છે.

કર્ક રાશિઃ-

લક્ષ્મી નારાયણ યોગ કર્ક રાશિના લોકો માટે ભાગ્ય વધારનાર માનવામાં આવે છે. આ યોગ તેમની કુંડળીના સાતમા ભાવમાં બનશે. જેથી જાતકોના જીવનમાં ખુશીઓ વધશે.  વ્યવસાયમાં શુભ પરિણામ મળશે અને ઈચ્છિત પ્રગતિ પણ થશે. આ સમયે જાતકોની પ્રમોશનની શક્યતાઓ છે. પારિવારિક વાતાવરણ પણ ખુશનુમા રહેશે. આ દરમિયાન તેમને બાળકો તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે.

સિંહ રાશિઃ-

બુધ અને શુક્રના સંયોગથી (laxminarayan yog) સર્જાયેલ લક્ષ્મી નારાયણ યોગ સિંહ રાશિના જાતકો માટે શુભ સમાચાર લઈને આવશે. આ રાશિવાળા પર શુક્ર અને બુધનો હકારાત્મક પ્રભાવ પડશે. કરિયરમાં આ જાતકો આકાશને આંબશો. તેમની લગન અને મહેનત જોઈને અધિકારીઓ જાતકોને પ્રમોશન આપી શકે છે. કારોબારમાં સારો એવો વધારો થઈ શકે છે. આ સમયગાળામાં માનસિક રીતે શાંતિ અને સુખનો અનુભવ થશે.

કન્યા રાશિઃ-

કન્યા રાશિના જાતકોને લક્ષ્મી નારાયણ યોગના કારણે ઘણાં શુભ પરિણામ મળશે. નોકરી અને વ્યવસાય કરતા લોકોની આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થઈ શકે છે. આ 8 દિવસમાં જાતકોનું બેંક બેલેન્સ વધી જશે. પૈસાની તંગી દૂર થશે. આ સમય દરમિયાન આવકના સ્ત્રોત વિકસાવવાની તકો મળશે. જાતકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જો કે, કન્યા રાશિના જાતકોએ તેમની ખાવાની ટેવ પર નિયંત્રણ રાખવું જોઈએ.

ઘન રાશિઃ-

ધન રાશિવાળા લોકો માટે, લક્ષ્મી-નારાયણ યોગ જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધારનાર માનવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન જાતકોને તેમની કારકિર્દીમાં અણધારી સફળતા મળવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન જાતકોના પરિવારમાંથી કોઈ વ્યક્તિ વિદેશ પ્રવાસ પર જઈ શકે છે. તેમને સારી નોકરી માટે ફોન પણ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભની સારી તકો ઉભી થશે અને જાતકોને જીવનસાથી તરફથી તમામ પ્રકારનો સહયોગ પણ મળશે.

મકર રાશિઃ-

મકર રાશિના જાતકો માટે ઉત્તરાર્ધમાં લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. આ સંયોગને કારણે, જાતકો તેમની કારકિર્દીમાં સકારાત્મક પરિણામો જોશે અને તેમને અચાનક ક્યાંકથી પૈસા મળવાના સમાચાર મળી શકે છે. જાતકો જમીનનો સોદો સીલ કરી શકે છે અથવા તો કાર ખરીદવાનું સપનું પણ પૂરું કરી શકે છે. આ સમયગાળા દરમિયાન વેપારમાં મોટો સોદો પણ સફળતાપૂર્વક લાભદાયક બની શકે છે. મકર રાશિના જાતકો માટે નાણાકીય લાભની શક્યતાઓ છે. ઓફિસમાં નોકરિયાત જાતકોનું કામ જોઈને અધિકારીઓ પ્રમોશન પર વિચાર કરી શકે છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો