ઉત્તરપ્રદેશના લખીમપુરનો ચોંકાવનારો કિસ્સો
પતિએ પત્નીનું નાક કાપ્યું
પોલીસે કરી પતિની ધરપકડ
લખીમપુર ખેરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લખીમપુર ખેરી જિલ્લામાં એક યુવકે તેની પ્રેમિકા માટે પત્નીનું નાક કાપી નાખ્યું. પછી તેને ખિસ્સામાં રાખી અને ભાગી ગયો. જ્યારે પત્નીએ આરોપી પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી તો પોલીસે તેની શોધ શરૂ કરી. પછી તરત જ તેની ધરપકડ કરવામાં આવી. બંસતલી ગામના રહેવાસી વિક્રમના લગ્ન થોડાં વર્ષ પહેલાં મોહમ્મદબાદ ગામની રહેવાસી સીમા દેવી સાથે થયા હતા. લગ્ન બાદ બંનેને બે સંતાનો પણ થયા. પરંતુ આ દરમિયાન વિક્રમનું અફેર ગામની જ અન્ય એક મહિલા સાથે શરૂ થયું હતું. જ્યારે સીમાને આ વાતની જાણ થઈ તો તેણે તેનો વિરોધ કર્યો.આ બાબતે બંને વચ્ચે રોજ ઘરમાં ઝઘડો થતો હતો. પીડિતાની પત્નીના જણાવ્યા મુજબ, ક્રમે તેને પહેલા ભોજન બનાવવાનું કહ્યું, જે તેણે રાંધીને આપ્યું. આ પછી ફરી તેમની વચ્ચે તે મહિલાને લઈને ઝઘડો શરૂ થયો. આથી વિક્રમે પોતાનો ગુસ્સો પોતાની દીકરી પર કાઢવા માંડ્યો. દીકરીને બચાવવા પહોંચેલી સીમાને પણ માર મારવામાં આવ્યો અને તેનું નાક કાપી નાખ્યું. કપાયેલું નાક ખિસ્સામાં રાખીને તે ભાગી ગયો. સીમાની ફરિયાદના આધારે પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સ્ટેશન ઈન્ચાર્જ આલોક કુમાર ધીમાને જણાવ્યું કે આરોપી વિક્રમની ધરપકડ કરવામાં આવી છે.
મિતોલી પોલીસે શરૂ કરી તપાસ
મિતૌલી. પોલીસે બંસટલીના રહેવાસી વિક્રમની ધરપકડ કરી, જેણે તેની પત્નીનું નાક કાપી નાખ્યું ચાર વર્ષની પુત્રીને બચાવવા આવેલી તેની પત્ની સીમાનું નાક કાપીને આરોપી વિક્રમ ભાગી ગયો હતો. મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધીને પોલીસ તેની શોધ કરી રહી હતી.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ