LAC ટ્રેનર તેજસ એરક્રાફ્ટે સફળતાપૂર્વક તેની પ્રથમ ઉડાન કરી પૂર્ણ

0
360

LCA તેજસ પ્રોગ્રામ ભારત માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ

LCA તેજસ પ્રોગ્રામ ભારત માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે .પ્રથમ આ એરક્રાફ્ટે 05 એપ્રિલના રોજ સફળતાપૂર્વક તેની પ્રથમ ઉડાન પૂર્ણ કરી. પ્રથમ શ્રેણીના ઉત્પાદન કરાયેલા આ વિશ્વાસપાત્ર  એલસીએ ટ્રેનર એરક્રાફ્ટે આકાશમાં પ્રવેશ કર્યો. લગભગ 35 મિનિટની સફળ ઉડાન પૂરી કર્યા પછી વિમાને લેન્ડ કર્યું. ગ્રુપ કેપ્ટન કેકે વેણુગોપાલ અને વિંગ કમાન્ડર આ ઉડાનમાં ભાગ લીધો . ભારત સરકારે LCA તેજસ પ્રોગ્રામના ભાગ રૂપે લગભગ 10 ટ્વિન-સીટર LCA ટ્રેનર્સનો ઓર્ડર આપ્યો છે. IAF એ ફેબ્રુઆરી 2021 માં 83 LCA તેજસ Mk 1As મેળવવા માટે હસ્તાક્ષર કર્યા હતા તે સોદાનો એક ભાગ હતો. તેમાંથી, 73 સિંગલ-સીટર એરક્રાફ્ટ હશે અને બાકીના 10 FOC ટ્રેનર્સ હશે.