HomeDeshછત્તીસગઢમાં હાઈ ટેન્શન લાઈન નીચે આવેલો ઘઉંનો પાક બળીને રાખ

છત્તીસગઢમાં હાઈ ટેન્શન લાઈન નીચે આવેલો ઘઉંનો પાક બળીને રાખ

ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

છત્તીસ ગઢમાં દુર્ગ જિલ્લાના કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈ ટેન્શન વાયર હેઠળ ખેતરમાં  ચાર  ખેડૂતોનો ઘઉંનો પાક બળીને રાખ થઈ ગયો હતો. આગને કાબુમાં લેવા માટે ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેઓએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જેના કારણે આગ અન્ય ખેડૂતોના ખેતર સુધી પહોંચી શકી ન હતી. ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ખેડૂતોના ખેતરોમાં આગ લાગી છે તે સમાચાર મળતાજ  ફાયર બ્રિગેડની ટીમને રવાના કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જેના કારણે આગ અન્ય ખેતરોમાં ફેલાતી અટકાવવામાં આવી હતી. 
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments