કચ્છ સૌરાષ્ટ્ર-ઉનાળામાં બારેમેઘ ખાંગા

0
210

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, પણ વરસાદ ઓછા વત્તા પ્રમાણમાં  પડી રહ્યો છે, જ્યારે કચ્છ,ભાવનગર અને અમરેલીમા તો બારેમેંઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે, નદીયોમાં ઘોડાપુર આવ્યા છે, વાહનો તણાઇ રહ્યા છે તેવી સ્થિતિનો નિર્માણ થયો છે, તે સિવાયદક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતાં કમોસમી વરસાદ વરસશે.કચ્છ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખાસ કરીને કચ્છમાં માંડવીના જામથડા, દશરડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે અલગ અલગ સ્થળોએ પાણી ભરાઇ ગયા છે. ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે.અમરેલી જિલ્લામા સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલીના ધારી શહેર તેમજ ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ધારી, ગોપાલગ્રામ, ચલાલા, મીઠાપુર ખીચા, સરસીયા સહીતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે. ધારી, ચલાલા અને સાવરકુંડલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ